રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જોરદાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી છે. આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદ આગાહી કરી છે. સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 7 દિવસ દરમિયાન 3-5 ડિગ્રી તાપમાનમાં વધારો
હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી છે કે, આજે 40-50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ આગામી 7 દિવસ દરમિયાન 3-5 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગર માં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેશે.
તમને જણાવી દઈએ કે, ભર ઉનાળા રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમા 40થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદની અસરને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરમાં પાકને નુકસાન થવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે.









