આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈટાલી ખાતે તા.11થી તા.14 દરમિયાન 04 દેશો (ભારત, બાંગ્લાદેશ, યુક્રેન, ટોબેગો) વચ્ચે યોજાયેલી ફ્લોર બોલ હોકી સ્પેશિયલ ઓલમ્પિકસ વર્લ્ડ વિન્ટર ગેમ્સ-2025 માં સમગ્ર સ્પર્ધામાં ભારત દેશની ટીમ ત્રીજા ક્રમાંકે રહી બ્રોન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત ટ્વદેશનું નામ રોશન કરેલ છે.


ભારતીય ટીમમાં સામેલ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ તથા દાહોદ જિલ્લાનું ગૌરવ પિંકલ ચૌહાણેશ્રોષ્ઠ પ્રદર્શન કરતા 14 ગોલ કરીને ભારતને બ્રોન્ઝ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ઈન્ટરનેશનલ કક્ષાએ ફ્લોર બોલ હોકીમાં ભારત દેશનું,ગુજરાત રાજ્યનું તથા પોતાના દાહોદ જિલ્લાનું, લીમખેડા તાલુકાનું,અને પોતાના પાલ્લી ગામનું તથા સમસ્ત કોળી સમાજનું નામ રોશન કરવા બદલ સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા તરફ્થી પિંકલ ચૌહાણને ખૂબ-ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


  • Follow us on: