લીમખેડા BRC ભવન ખાતે તા.19ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લાની કારોબારી બેઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠન મંત્રી સરદારભાઈ મછારની અધ્યક્ષતામાં યોજાઈ હતી.


જેમાં સદસ્યતા અભિયાન વર્ષ-2024/25,મંડળ રચના બાબત,સંભાગ સ્તરની વિસ્તૃત કાર્યશાળા અને અભ્યાસ વર્ગ બાબત તથા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના વાર્ષિક કાર્યક્રમો વિશેની વિસ્તૃત માહિતી અપાઈ હતી.પ્રાથમિક સંવર્ગના પ્રાંત અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા સંગઠન દ્વારા ઉકેલાયેલા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત છણાવટ કરાઈ હતી, તથા રહી ગયેલા બાકીના પ્રશ્નો માટે સંગઠન સરકાર સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવા પ્રયત્નો કરશે એની બાહેધરી અપાઈ હતી.બેઠકમાં જિલ્લા અધ્યક્ષ દેશિંગભાઈ તડવી, ઉપાધ્યક્ષ સુરેશભાઈ બારીઆ, સહમંત્રી દિપસિંગભાઈ પટેલ, મહિલા સહ મંત્રી દીપિકાબેન બારીઆ સહિત હોદ્દેદારો, HTAT સંવર્ગના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.


  • Follow us on: