- સિંહણ પ્રવાસીઓની જીપ્સીના ટાયરને બચકા ભર્યા
- વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં ઘટના કેદ
- પ્રવાસીઓએ અદભુત ક્ષણો માણી
એશિયામાં એકમાત્ર ભારતના જૂનાગઢના જંગલોમાં જ સિંહનો વસવાટ છે. આ જ કારણે જૂનાગઢના સાસણ ગીરમાં દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. આજે સાસણના દેવળીયા સફારી પાર્કમાં એક જીપ્સી કારમાં ટુરિસ્ટ સિંહ દર્શન માટે ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક સિંહણ જીપ્સીની એકદમ નજીક આવી ગઈ હતી અને ટાયરને બચકા ભર્યા હતા. આ સમગ્ર ઘટનાને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારે પોતાના કેમેરામાં કેદ કરી હતી.
વિડિયોમાં જોઈ જોઈ શકાય છે કે સિંહણ ધીમે ધીમે જીપ્સી નજીક આવે છે અને કારનું નિરીક્ષણ કર્યા બાદ તે ટાયર તરફ વળે છે અને તેને બચકું ભરે છે. જીપ્સીમાં સવાર પ્રવાસીઓ આ ઘટનાથી ડરની સાથે સાથે રોમાંચિત પણ થઈ ઉઠયા હતા. સિંહણને એકદમ નજીકથી જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા હતા.









