• GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું
  • 1 લાખથી વધુ સહકારી આગેવાન-ખેડૂતો હાજર
  • 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના 50 વર્ષ પૂરા કરવાના અનુક્રમે 1 લાખ ખેડૂતોને સંબોધિત કર્યું છે. GCMMF, જેને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે અને ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.


[[$googlead]]

ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત

[[$alsoread]]

GCMMFના મહાસંમેલનમાં PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી છે. ત્યારે વડાપ્રધાને જણાવ્યું છે કે 50 વર્ષ પહેલાં એક છોડ ઉગાડ્યો તો તે આજે વટવૃક્ષ છે. આ વિશાળ વટવૃક્ષની શાખાઓ આજે દેશ - વિદેશમાં ફેલાયેલી છે. GCMMFની સ્વર્ણ જયંતી પર તમામને શુભકામના. GCMMF સાથે જોડાયેલા દરેક વ્યક્તિને અભિનંદન છે. ડેરી સેક્ટરના સૌથી મોટા સ્ટેક હોલ્ડર એવા પશુધનને પ્રણામ.

ભારતના ડેરી સેક્ટર સાથે 8 કરોડ લોકો સીધા જોડાયેલા

આ યાત્રાને સફળ બનાવવામાં પશુધનનું સૌથી મોટું યોગદાન છે. જેમાં પશુધન વગર ડેરી સેક્ટરની કલ્પના પણ ન થઇ શકે. માટે પશુધનને આદર સાથે પ્રણામ કરું છુ. દેશમાં અનેક ડેરી બની પણ અમૂલ જેવું કોઇ નહી. અમૂલ ભારતના પશુપાલકોની ઓળખ બની ગઇ છે. અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનો સમાવેશ છે. અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા છે. અમૂલ એટલે સંકલ્પ અને એનાથી મોટી સિદ્ધિ. 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ છે. 18000થી દૂધ સહકારી મંડળી, 36 લાખ ખેડૂતોનું નેટવર્ક છે. રોજ 3.5 કરોડ લિટર દૂધની ખરીદી છે. ખેડૂતોને રોજ 200 કરોડથી વધુનું ઓનલાઇન પેમેન્ટ થયા છે. આ સંસ્થા સંગઠનની શક્તિ, સહકારની શક્તિ છે. દુરોગામી વિચાર સાથે લીધેલા પગલાં ભાગ્ય બદલી શકે છે. સરદાર પટેલના માર્ગદર્શનમાં અમૂલનો પાયો નંખાયો હતો. સરકાર અને સહકારના તાલમેલનું આદર્શ ઉદાહરણ અમૂલ છે. ભારતના ડેરી સેક્ટર સાથે 8 કરોડ લોકો સીધા જોડાયેલા છે. 


10 વર્ષમાં વ્યક્તિદીઠ દૂધ વપરાશમાં 40 ટકાનો વધારો થયો

ભારતના દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો 10 વર્ષમા થયો છે. 10 વર્ષમાં વ્યક્તિદીઠ દૂધ વપરાશમાં 40 ટકાનો વધારો થયો છે. ડેરી સેક્ટર વિશ્વમાં માત્ર 2 ટકાના દરે આગળ વધે છે. ભારતમાં ડેરી સેક્ટરનો વિકાસદર 6 ટકાનો છે. ભારતમાં 10 લાખ કરોડના ટર્નઓવરવાળું ડેરી સેક્ટર છે. ડેરી સેક્ટરની મુખ્ય કર્તાહર્તા નારીશક્તિ છે. દેશમાં ધાન, ઘઊં અને શેરડીનું ટર્નઓવર મળીને આટલું નથી. 10 લાખ કરોડના ટર્નઓવરના સેક્ટરમાં 70 ટકા મહિલાઓ છે. ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જુ આ મહિલા શક્તિ છે. અમૂલની આ સફળતા માત્ર નારી શક્તિને કારણે છે. ભારતની ડેરી સેક્ટરની સફળતા મોટી પ્રેરણાનો સ્ત્રોત છે. ભારતને વિકસિત કરવા મહિલાઓની આર્થિક શક્તિ વધવી જોઇએ. અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધારવા કાર્યરત છે. 10 વર્ષમાં સ્વસહાય જૂથો સાથે જોડાયેલી મહિલાઓની સંખ્યા વધી છે. ભાજપ સરકારે મહિલાઓને 6 લાખ કરોડની મદદ કરી છે. PM આવાસ યોજના હેઠળ મોટાભાગના ઘર મહિલાઓના નામે છે. સમાજમાં મહિલાઓની આર્થિક ભાગીદારી વધી છે. આધુનિક ડ્રોન ઉડાવવા નમો ડ્રોન દીદીઓને ટ્રેનિંગ આપી છે. ગામેગામ નમો ડ્રોન દીદીઓ જંતુનાશકો છાંટવામાં અગ્રેસર હશે. ગુજરાતમાં પણ ડેરી સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી છે. ડેરીના નાણાં બહેનો - દીકરીઓના હાથમાં આવે તેવો પ્રયત્ન છે. ગામોમાં ATM લાગતા પશુપાલકોને સુવિધા થઇ છે. પશુપાલકોને RUPAY ક્રેડિટ કાર્ડ આપવાની પણ યોજના છે. પંચમહાલ, બનાસકાંઠામાં RUPAY ક્રેડિટ કાર્ડની શરૂઆત કરાઇ છે. અગાઉની સરકારોએ ગ્રામિણ અર્થવ્યવસ્થા પર ભાર ન મૂક્યો તેમાં અમે ગામોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ. 

દેશી નસ્લની પ્રજાતિઓને બચાવવા નવા ઉપાયોની જાહેરાત કરી 

નાના ખેડૂતોનું જીવન સુધારવા પર અમારું ફોકસ છે. પશુઓનું સ્વાસ્થ્ય સુધારવા પર અમારું ફોકસ છે. મત્સ્યપાલન અને મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીએ છીએ. મત્સ્ય અને મધુમાખી પાલનના ખેડૂતોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યુ છે. દુધાળા પશુઓની નસ્લ સુધારવા રાષ્ટ્રીય ગોકુલ મિશન છે. પશુઓને 60 કરોડ રસી અપાઇ છે. 2030 સુધી પશુઓના રોગને દૂર કરવાનું લક્ષ્યાંક છે. દેશી નસ્લની પ્રજાતિઓને બચાવવા નવા ઉપાયોની જાહેરાત કરી છે. 

 

11 લાખ નારી શક્તિ પશુ પાલક છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે વિશ્વનાં સૌથી લોકપ્રિય નેતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે. આજે 22 ફેબ્રુઆરી 1 માસ પહેલા પીએમએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અમૃત કાલમાં રામ રાજ્યમાં 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તે સારી વાત છે. આઝાદીનાં આંદોલનમાં લડતની આગેવાની ગાંધીજી અને સરદાર સાહેબે લીધી હતી. એજ રીતે ગુજરાતનાં બે પનોતા પુત્ર કામ કરી રહ્યા છે. કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ દરેક ક્ષેત્રે કામ કર્યું છે. 1942માં નાની દેરીઓથી શરૂ થયેલી શરૂઆત આજે વિશ્વનો સૌથી મોટો પરિવાર બની ગયો છે. દૂધ ઉત્પાદકનું વેચાણ થાય અને સૌની પ્રગતિ થાય તેના માટે 1973 માં ફેડરેશન બનાવ્યું હતું. 2 દાયકામાં સંખ્યા બમણી થઈ છે. 11 લાખ નારી શક્તિ પશુ પાલક છે. દેશની 5 મી આર્થિક સત્તા બનાવવામાં તમારા લોકોનું મોટું યોગદાન છે.

આપડા આમંત્રણને માન આપી પીએમ પધાર્યા: GCMMFના ચેરમેન શામળભાઈ પટેલ

કાર્યક્રમમાં સંબોધન કરતા GCMMFના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતુ 18600 મંડળીના 36 લાખ સભ્યો છે. આપડા આમંત્રણને માન આપી પીએમ પધાર્યા છે તેમનો આભાર. તમામ વતી તેનું સ્વાગત કરું છું. પીએમનું દૂરંદેશીથી ભારત વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભારત અમૃત કાળની અનુભૂતિ કરી રહ્યું છે. ખેડૂતો માટે વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે. અલાયદું સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે. અમૂલ ડેરીમાં પીએમ પ્રથમ વખત સંમેલનમાં ઉપસ્થિતિ રહ્યા છે.


36 લાખ સભ્યો આ ફેડરેશન માં છે.. GCMMF ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ

લાખો ડેરી ખેડૂતોને સશક્તિકરણ કરવાની GCMMF ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા પણ આ પ્રસંગે હાજરી આપી છે. આ પ્રસંગે લોકસભા સાંસદ સી.આર.પાટીલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર, સહકાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યના કૃષિ મંત્રી રાઘવ પટેલ અને ડેરી સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ પણ ઉપસ્થિત છે.

GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું

જ્યારે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવી. અમૂલ ફેડરેશન હાલમાં 18 દૂધ સંઘો ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂતો ધરાવે છે. અમૂલ ફેડરેશનની દૂધ સંઘો દરરોજ 3 કરોડ લિટરથી વધુ દૂધની ખરીદી કરે છે. અમૂલ ફેડરેશન 50 થી વધુ દેશોમાં નિકાસ કરવા ઉપરાંત સમગ્ર ભારતમાં 86 શાખાઓ, 15000 વિતરકો અને 10 લાખ રિટેલર્સના નેટવર્ક દ્વારા 50 થી વધુ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.

દેશભરમાં 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે

અમૂલ ફેડરેશન ની સુવર્ણ જયંતિની ઉજવણી ડેરી ઉદ્યોગમાં સમર્પણ, નવીનતા અને શ્રેષ્ઠતાના પચાસ વર્ષ દર્શાવે છે. તે તમામ હિતધારકોના સામૂહિક પ્રયાસોનો પુરાવો છે જેમણે તેની નોંધપાત્ર યાત્રામાં યોગદાન આપ્યું છે. આ ઇવેન્ટ માત્ર ભૂતકાળની સિદ્ધિઓને જ નહીં પણ વધુ આશાસ્પદ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે. અમૂલ ફેડરેશનનું જૂથ ટર્નઓવર છેલ્લા નાણાકીય વર્ષમાં 72,000, કરોડ રહ્યુ હતુ. અમૂલને ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ અને વિશ્વની 8મી સૌથી મોટી ડેરી સંસ્થા બનાવી. છેલ્લાં 50 વર્ષોમાં, GCMMF ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંતને સાચા રાખવામાં સફળ રહ્યું છે. અમૂલ ફેડરેશન ના દુધ સંઘો દ્વારા દૂધ અને દૂધ ઉત્પાદનોની માંગને પહોંચી વળવા દેશભરમાં 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.


PM મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

PM મોદી 3 જિલ્લાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમાં અમદાવાદ, મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમ છે. તથા PM મોદી તરભમાં વાળીનાથ ધામમાં દર્શન કરશે. તથા તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા - અર્ચના કરશે. તેમજ વાળીનાથ ધામમાં PM મોદી સંબોધન કરશે. તથા નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. અને કાકરાપાર અણુ ઉર્જા મથકની PM મોદી મુલાકાત લેશે તથા જલાલપોરમાં PM મોદી જનસભા સંબોધશે.


12.45 કલાકે PM મોદી વાળીનાથ મંદિર પહોંચશે

વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વાળીનાથ ધામમાં PM મોદી સંબોધન કરશે. નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમજ કાકરાપાર અણુ ઉર્જા મથકની PM મોદી મુલાકાત લેશે. તેમજ જલાલપોરમાં PM જનસભા સંબોધશે. ત્યારબાદ સુરતથી વારાણસી જવા માટે રવાના થશે.


  • Follow us on: