- સુરત મનપાના 44 હજાર કરોડના કાર્યોનુ ખાતમુર્હૂત
- 55 પ્રોજેકટનું PM મોદીના હસ્તે લોકાર્પણ અને ખાત મુર્હત કરવામાં આવ્યું
- નવસારી સહિત સુરતના 70 હજાર લોકોને રોજગારી મળશે
આજે નવસારીના વાસી બોરસી ખાતે PM મોદી કરશે PM મિત્રા પાર્કનું ખાત મુર્હત કરવામાં આવશે. જેના માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે. આ માટે વડાપ્રધાન મોદી અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નવસારીના સાંસદ સી આર પાટીલ પણ તેમની સાથે હાજર રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ હાજર રહ્યા છે. તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ હાજર છે. આ માટે લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થઈ છે.
Live Update :
વડાપ્રધાન મોદીનું સંબોધન :
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે જોયું હશે કે, કોંગ્રેસના લોકો મોદીની જાતિને પણ ગાળો આપે છે. પણ કોંગ્રેસના લોકો ભૂલી જાય છે કે, જેટલી ગાળો આપશે 400 પારનો સંકલ્પ એટલો જ મજબૂત બનશે. એ જેટલો કીચડ ફેંકશે 370 કમળ એટલી જ શાનથી ખીલશે. કોંગ્રેસ પાસે મોદીનો ગાળો દેવા સિવાય દેશના ભવિષ્ય માટે કોઈ એજન્ડા નથી
અહીંયા મેડિકલ કોલેજ પણ બની રહી છે : PM
આ વિસ્તારમાં અગાઉ કોઈ જ વિકાસના કામ ન થતાં હતા. હવે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ બની રહી છે. ગરીબોને મોદી સરકારની ગેરંટી ઉપર ભરોસો છે. કોંગ્રેસ પાસે દેશના ભવિષ્ય માટે એજન્ડા ન હતો. પરિવારવાદી માનસિકતા નવી પ્રતિભાની દુશ્મન છે. જે જોવા મળી રહ્યું છે. ભાજપે આવનારા 25 વર્ષ માટે રોડ મેપ બનાવ્યો છે અને તેના પર કામગીરી શરૂ કરી છે. કોંગ્રેસે દશકો સુધી દેશને અન્યાય કર્યો છે.
દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બનાવીશું : મોદી
અહીંથી બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે. જેના સાથે જ લોકોને ગેરેન્ટી આપી રહી છે. ગેરેન્ટી યોજના બનાવવાની નથી. યોજના બનાવીને તેના હકદાર સુધી પહોંચાડવાની પણ ગેરેન્ટી છે. કોઈ પરિવારે ગરીબીમાં જીવવું ન પડે તેના સરકાર પોતાના તરફથી લાભાર્થીઓ પાસે આવી રહી છે.
કોંગ્રેસ તેના સમયમાં ભારતને 11માં નંબરની જ ઈકોનોમી બનાવી શકી.ત્યારે ન તો ગામનો સારી રીતે વિકાસ થઈ શક્યો. ન તો નાના શહેરોનો વિકાસ થઈ શક્યો..ભાજપ સરકારે 10 વર્ષના શાસનમાં 10માં નંબરેથી 5માં નંબરની ઈકોનોમી બનાવી દીધી.આજે દેશવાસીઓ પાસે ખર્ચ કરવા માટે ઘણા વધારે પૈસા છે. એટલે ભારત ખર્ચ પણ કરી રહ્યો છે. દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બનાવીને રહીશું.
અસંભવને સંભવ કરવા માટે મોદી છે : PM મોદી
મોદી હૈ તો મુમકીન હૈ . જે કહે છે કરીને બતાવે છે. આપણે આધુનિક ટેક્નોલોજી પર ભાર મુક્યો છે. ગુજરાતમાં મોટી માત્રામાં વીજ ઉત્પાદન કરી રહ્યું છે. દુનિયાભરમાં ગુજરાતની ગૂંજ સંભળાશે. હવે લોકો પોતાના ઘરમાં જ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. હવે લોકો સોલર પાવર લગાવશે. PM સૂર્ય ઘર 300 યુનિટ વીજળી મફત મળશે. જેના માટે સરકાર પૈસા આપશે. જેના માટે લોનના પૈસા પણ આપવામાં આવ્યા છે. હવે લોકોના ઘર-ઘર સુધી વીજળી મળી રહેશે.
વીજળીની સંકટમાંથી ગુજરાત બહાર આવ્યું છે : વડાપ્રધાન મોદી
અગાઉ 2001-02 માં લોકો વીજળીની માંગ કરતાં હતા. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં કલાકો સુધી કલાકો સુધી વીજકાપ રહેતો હતો. આજે જે 25 વર્ષના છે તેઓને આ વાતની ખબર પણ નહીં. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો આવીને કહેતા કે, સાંજે ભોજન સમયે વીજળીની વ્યવસ્થા થઈ જાય. વીજળી ઉત્પાદનમાં ત્યારે અહીં ઘણી મુશ્કેલી હતી. કોલસો દૂરથી લાવવો પડતો હતો. આ સંકટોની સાથે ગુજરાતનો વિકાસ અસંભવ હતો. પરંતુ, અસંભવને સંભવ કરવા માટે તો મોદી છે. ગુજરાતને વીજળીના સંકટમાંથી બહાર કાઢવા માટે આધુનિક ટેક્નોલોજી પર ભાર મૂક્યો. આજે ગુજરાતમાં સૌરા અને પવન ઉર્જાથી વીજળી ઉત્પન્ન થઈ રહી છે.
ટેક્સટાઈલ માટે 5F નો ફોર્મયુલા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી. 5F: ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન. સુરત અને ગુજરાતની ટેક્સટાઈલ માટે 5F નો ફોર્મયુલા છે. ખેડૂત કપાસ ઉગાડશે, કપાસ ફેક્ટરીમાં જશે, ફેકટરીમાં ધાગાથી પરિધાન બનશે અને પરિધાન વિદેશમાં નિકાશ થશે. મને લાગતું હતું કે, ટેક્સટાઈલની આ આખી ચેઈન આપણી પાસે હોવી જોઈએ.આજે આત્મનિર્ભર બનવા માટે અમે આવી જ વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ. આ PM મિત્ર પાર્ક પણ આ જ અભિયાનનો ભાગ છે.
દેશના બચ્ચા બચ્ચા કહી રહ્યા છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે' જ્યારે મોદીની ગેરેન્ટીની સંસદથી લઈ રોડ રસ્તા સુધી ચર્ચા થઈ રહી છે.
હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યો છું. મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે. તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. આજે નવસારીમાં હીરા ચમકતા હોય તેવું લાગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 44214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એકસાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન :
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં વિકાસ કામોની વણઝાર લઈને આવ્યા છે. વિકાસ કેવો હોય?, કેટલાં સ્કેલના હોય?, કેવી સ્પીડ હોય? તે મોદી સરકારે દેશ અને દુનિયાને બતાવ્યું છે. એક સમયે દાયકાઓમાં વિકાસ કામો માટે જેટલાં રૂપિયા ફળવાતા હતા તે મોદી સરકાર એક જ દિવસમાં ફાળવે છે. વિકાસ કામો માટે રૂપિયાની કોઈ તંગી રહેતી નથી. આ સાથે જ તેમણે કહ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારના 44,000 કરોડના કુલ 121 વિકાસ કામો આજે દક્ષિણ ગુજરાતને મળવાના છે. મારું માનવાનું છે કે ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં 57,800 કરોડના કામો એક જ દિવસમાં લોકાર્પણ થયા હોય તેનો આ ઈતિહાસ રચાયો છે. મોદીજીના ગેરન્ટી રથે ગામે ગામ પહોંચી મળવાપાત્ર બધા જ લાભો પ્રજા સુધી પહોંચાડ્યા છે.
ભાજપના રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સંબોધન :
નવસારીના સાંસદ અને રાજ્યના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જય જય શ્રી રામના નારા પોકારાવી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન અવિકસિત ભારતને વિકસિત ભારતના માર્ગે લઈ જઈ રહ્યા છે. વિકસિત દેશો પણ ભારતથી પ્રભાવિત છે. કારણ કે મોદી સરકારે વિકાસની દિશામાં જે ઝડપ પકડી છે તે દર્શાવે છે કે મોદીના નેતૃત્વમાં ભારત વિકાસ સાધી રહ્યો છે. પાટીલે કહ્યું, ખેડૂતોના ખાતામાં મોદી સરકારે સીધા રૂપિયા જમા કરાવ્યા. યુવાનોને લોન મળે તે માટે પોતે જામીન બન્યા. કોરોનામાં આત્મનિર્ભર રસી બનાવી ફ્રી આપી અને દસ વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા.
આ દરમિયાન વડાપ્રધાન મોદીને ભેટ અને ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
વડાપ્રધાનનું ભવ્ય સ્વાગ્ત :
વાસી બોરસીમાં PM મિત્ર પાર્કના ખાતમુહૂર્ત પ્રસંગે કાર્યક્રમ સ્થલ પર પીએમ મોદીએ ખુલ્લા વાહનમાં સવાર થઈ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જેના માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે.
આ સાથે જ નવસારીમાં શરૂ થનારો ટેક્સટાઇલ વેપારીઓને ખૂબ જ ઓછા સમયમાં ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. માત્ર રો મટીરીયલ અને મશીનરી લાવો અને સીધો જ ધંધો શરૂ કરો. અત્યાર સુધી ભારતમાં કોઈ પણ બિઝનેસ સેટઅપ કરવા માટે ખૂબ લાંબો સમય વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું જેના કારણે વેપારીઓને સમયનો ભોગ આપવો પડતો હતો પરંતુ હવે પ્રથમ વખત દેશમાં લગન પ્લે મોડ્યુલ થી બિઝનેસ કરવો સહેલું બન્યું છે.
ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી બોરસીમાં 1,141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ 'મેક ઈન ઈન્ડિયા' અને 'મેક ફોર ધ વર્લ્ડ'નું મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. PM મિત્રા પાર્કની સ્થાપના એ ગુજરાત માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે નવસારીના વાસી બોરસીમાં તે એકમાત્ર નિર્માણ પામનાર છે.
[[$googlead]]