• વારાણસીથી PM મોદી અને ગાંધીનગરથી અમિત શાહ લડશે ચૂંટણી 
  • લોકસભા સ્પીકર અને 2 પૂર્વ CMને મળી ટિકિટ
  • ગુજરાતમાં 10 ઉમેદવારો રિપીટ, પાંચના પત્તા કપાયાં
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 15 ગુજરાતના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 28 મહિલાઓ, 47 યુવાનો, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.આ યાદીમાં ઉત્તરપ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2 . ઉત્તરાખંડની 3. અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે.

ગુજરાતમાં પાંચ નવા ચહેરાઓને સ્થાન

બનાસકાંઠા – રેખાબેન ચૌધરી
અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
રાજકોટ – પુરુષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા

પંચમહાલ – રાજપાલસિંહ જાદવ

કોના પત્તા કપાયા ?

[[$googlead]]

બનાસકાંઠા – પરબત પટેલ

[[$alsoread]]

અમદાવાદ પશ્ચિમ- કિરીટસિંહ સોલંકી

રાજકોટ – મોહન કુંડારિયા

પોરબંદર – રમેશ ધડુક

પંચમહાલ – રતનસિંહ રાઠોડ


આ છે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી

 

જુઓ સંપૂર્ણ ઉમેદવારોના નામની યાદી





કઈ રીતે ફાળવી ટિકીટ


28 મહિલાઓને ટિકીટ

34 કેન્દ્રીય મંત્રીઓને ટિકીટ

28 મહિલાઓને ટિકીટ

47 યુવા ચહેરાઓને ટિકીટ

27 SC ચહેરાને ટિકીટ

18 ST ચહેરાને ટિકીટ

57 OBC ટિકીટપ્રથમ લિસ્ટમાં ક્યા રાજ્યના કેટલા ઉમેદવાર

ગુજરાતના 15 ઉમેદવાર

ઉત્તર પ્રદેશના 51 ઉમેદવાર

મધ્ય પ્રદેશના 24 ઉમેદવાર

રાજસ્થાનના 15 ઉમેદવાર

કેરળના 12 ઉમેદવાર

તેલંગાણાના 9 ઉમેદવાર

અમસના 11 ઉમેદવાર

રાજય મુજબ સીટોની જાહેરાત

51 ઉત્તર પ્રદેશ

26 પશ્ચિમ બંગાળ

24 મધ્ય પ્રદેશ

15 ગુજરાત

15 રાજસ્થાન

12 કેરલ

09 તેલંગાંણા

11 અસમ

11 ઝારખંડ

11 છતીસગઢ

5 દિલ્હી

2 કાશ્મીર કાશ્મીર

3 ઉત્તરાખંડ

2 અરુણાચલ પ્રદેશ

1 ગોવા

1 ત્રિપુરા

1 અંદમાન નિકોબાર

1 દમન એન્ડ દીવ

ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવારોને લોકસભાની ફરીથી ટિકીટ ભાજપે આપી છે,તો 34 કેન્દ્રીય અને રાજયમંત્રીને ટિકીટ મળી છે,કુલ 195 ઉમેદવારોને સ્થાન મળ્યું છે,જેમાં 47 યુવા ઉમેદવારને સ્થાન, 28 મહિલા ઉમેદવાર તો 34 કેન્દ્રીય મંત્રી ચૂંટણી લડશે,તો PM મોદી વારાસણીથી ચૂંટણી લડશે,2 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લડશે ચૂંટણી,57 OBC નેતાઓને અપાઈ ટિકિટ,ઉત્તર પ્રદેશથી 51, મધ્યપ્રદેશ 24 બેઠકોની જાહેરાત,તેલંગાણા 9, આસામ 11, ઝારખંડ 11, છત્તીસગઢ 11 બેઠકો.દિલ્હી 5 બેઠકો, જમ્મુ કાશ્મીર 2, ઉત્તરાખંડ 3 , ગોવા 1 બેઠક. 

દિલ્હીમાં હતું સંમેલન

દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપનું બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં પાર્ટીના 11 હજારથી વધુ અધિકારીઓએ ભાગ લીધો હતો. કોન્ફરન્સના બીજા દિવસે 18 ફેબ્રુઆરીએ PM મોદીએ પણ એમાં ભાગ લીધો હતો. PM તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ વર્ષના દરેક દિવસે  દેશની સેવા કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, હવે આગામી 100 દિવસ નવી ઊર્જા, નવા જોશ, નવા આત્મવિશ્વાસ અને નવા ઉત્સાહ સાથે કામ કરવાના છે. આજે 18મી ફેબ્રુઆરી છે. દેશના નવા યુવાનો જે 18 વર્ષના થયા છે, તેઓ 18મી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે. આગામી 100 દિવસમાં દરેક નવા મતદાર, દરેક લાભાર્થી, દરેક વર્ગ, દરેક સમાજ, દરેક સુધી પહોંચવાનું છે. દરેકનો વિશ્વાસ મેળવવો પડશે. ભાજપને વધુમાં વધુ બેઠકો મળે એ માટે દરેક દેશની સેવા કરવાના પ્રયાસો કરશે.

હેમા માલિનીની સીટ બદલાઈ

યુપીની બેઠકની વાત કરીએ તો બનારસથી PM મોદી સહિત આ વખતે હેમામાલિનીની સીટ બદલવામાં આવી છે. હેમા માલિનીને મથુરાના બદલે સંભલથી ટિકિટ અપાઈ છે. ખીરીથી અજય મિશ્રા ટેનીને ટિકિટ આપવામાં આવી છે. અજય મિશ્રા કિસાન આંદોલન સમયે તેમના પુત્ર આશિષને કારણે ઘણા વિવાદોમાં રહ્યા હતા. તેમને ખીરીથી ટિકટ આપવામાં આવી છે. એક સમયે સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી રામપુર બેઠક પરથી ભાજપે ઘનશ્યામ મોદીને ટિકિટ આપી છે.જ્યારે એટાથી રાજુભૈયા ઉર્ફે રાજવીરસિંહને ટિકિટ આપવામાં આવી છે.

 

  • Follow us on: