• સરકારી તંત્રનો છબરડો કે પક્ષપાતી વલણ?

  • અધ્યક્ષનું નામ ગાંધીનગર નક્કી થઇ ને આવ્યું છે તેમ જણાવ્યું
  •  ઇ-આમંત્રણ પત્રિકાથી તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા નિમંત્રણ અપાયું હતું

ખંભાત તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા ખંભાતમાં યોજાનાર રવિ કૃષિ મહોત્સવની ઇ-આમંત્રણ પત્રિકામાં ખંભાતના સ્થાનિક ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું નામ ગાયબ કરી દેવાયું છે. જ્યારે સોજીત્રા ખાતે યોજાનાર રવિ કૃષિ મહોત્સવની ઇ-આમંત્રણ પત્રિકામાં સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલનું નામ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રિન્ટિંગ કરાવી આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રશાસન તંત્ર દ્વારા ચુંટાયેલા પ્રજાના પ્રતિનિધિ સાથે પક્ષાપક્ષીનું વલણ દાખવતા હોય તેવું દેખાઈ સ્પસ્ટ રહ્યું છે.

પ્રાપ્ત માહિતીનુસાર, સરકારી તંત્ર દ્વારા જિલ્લાના ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળી તે હેતુસર રવિ કૃષિ મહોત્સવ - 2023 કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું જુદા જુદા તાલુકા કક્ષાએ આયોજન કર્યું છે.જેની ઇ-આમંત્રણ પત્રિકાથી તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, સોજીત્રામાં યોજાનાર રવિ કૃષિ મહોત્સવની પત્રિકામાં કાર્યક્રમના અધ્યક્ષના સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલનું નામ અને મુખ્ય મહેમાન પદે તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ગોહેલનું નામ પ્રિન્ટ કરી નિમંત્રણ અપાયું છે. તો બીજી તરફ્ એ જ સરકારી તંત્રએ ખંભાતમાં યોજાનાર રવિ કૃષિ મહોત્સવની પત્રિકામાંથી ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલનું નામ ગાયબ કરી માત્ર અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત પ્રમુખ શિવાનીબેન પટેલનું નામ છપાવીને નિમંત્રણ અપાયું છે. જેથી સરકારી કાર્યક્રમમાં સરકારના ચુંટાયેલા પ્રતિનિધિનું નામ ન છપાવી અપમાન કરી પક્ષાપક્ષીનું વલણ અપનાવતા તંત્રની માનસિકતા છતી થઇ છે. અંગે અધિકારી ને પુછાતા જણાવ્યું કે આ અધ્યક્ષનું નામ ગાંધીનગર નક્કી થઇ ને આવ્યું છે તેમ જણાવ્યું હતું


  • Follow us on: