ખેડા જિલ્લાનું વડુ મથક નડિયાદ ખાતે રેલવે સ્ટેશન પર આવેલ રેલ મેલ સર્વિસ ફરીએકવાર બંધ કરી દેવામાં આવતા વિરોધ જોવા મળ્યો હતો,સમગ્ર ખેડા જિલ્લાના લોકો આ સેવાનો લાભ વર્ષોથી મેળવતા આવ્યા છે અને આ સુવિધા બંધ કરવામાં આવતા નાગરિકોમાં રોષ અને રાજકીય રીતે ટીકા પાત્ર નિર્ણય જોવા મળી રહ્યો છે.
રેલ મેલ સર્વિસ ઘણા વર્ષોથી કાર્યરત હતી
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે રેલવેમાં રેલ મેલ સર્વિસ ઘણા વર્ષોથી કાર્યરત હતી ખેડા જિલ્લામાં ભાજપના સાંસદ ચૂંટાયા બાદ પ્રથમ વખત આ સેવાને અટકાવી હતી અને આર એમ એસ કચેરીને આણંદ ખાતે ખસેડી દેવાઈ હતી,જોકે ખેડા જિલ્લાના નાગરિકોએ ભારે વિરોધ નોંધાવતા કેન્દ્રમાં સંચાર મંત્રી બનેલ દેવુંસિંહ ચૌહાણે આ સેવા શરૂ કરાવી હતી,આમ છતાં હવે નડિયાદમાં સ્ટેશનના આધુનિકરણ લઈને ફરી એક વખત નડિયાદ અને જિલ્લાની પ્રજાને અન્યાય કરવામાં આવ્યો છે,રાજકીય રીતે કોંગ્રેસ દ્વારા પણ આરએમએસ સર્વિસને છીનવી લેવાતા જિલ્લાની નબળી નેતાગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે.
પોસ્ટ ઓફિસને પણ અન્ય સ્થળે ખસેડી
ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન ઉપર હંમેશા આરએમએસ સર્વિસનો લાભ લેતા નાગરિકો અચાનક સર્વિસ બંધ કરવામાં આવતા કંટાળી રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા જોકે નડિયાદ રેલવે સ્ટેશન ઉપર આરએમએસ સર્વિસની સાથે આ બિલ્ડીંગમાં ઉપરના માળે નડિયાદ પશ્ચિમ સબ પોસ્ટ ઓફિસ પણ આવેલી છે આ પોસ્ટ ઓફિસ ને પણ અન્યત્ર ખસેડવામાં આવશે જેને લઈને પોસ્ટ ઓફિસની મુલાકાતે આવતા અસંખ્ય મુસાફરો યોગ્ય સુવિધા આપવા માટે માંગ કરી રહ્યા છે.ખેડા જિલ્લા ના વડા મથક નડીયાદને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો પરંતુ RMS જેવી મહત્વની સુવિધા છીનવાતા લોકોમાં રોષ જોવા મળ્યો.સ્થાનિક નેતાઓ દ્વારા સુવિધા પુનઃ સ્થાપિત કરાવવા માં આવે તેવી વ્યાપક માંગ જોવા મળી છે.









