બોટાદની લક્ષ્મીનારાયણ સોસાયટીમા તંત્ર દ્વારા નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરેલ પરંતુ છેલ્લાં એક માસથી રોડ બનાવવાની કામગીરી બંધ કરેલ છે જેના કારણે સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક રોડની કામગીરી શરૂ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
રોડનુ કામ શરૂ કર્યુ અને તંત્રએ બંધ કરી દીધુ
બોટાદ શહેરમાં ગઢડા રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં તંત્ર દ્વારા આરસીસી રોડ મંજુર કર્યો હતો અને ગત તારીખ ૨૬ માર્ચ ૨૫ થી આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરેલ, તંત્ર દ્વારા રોડ બનાવવા માટે રસ્તો ખોદી નાખેલ તેમજ રસ્તા પર કોકરેટ પાથરીને કામગીરી શરૂ હતી તેવામાં અચાનક કોઈ કારણોસર રોડ બનાવવાની કામગીરી બંધ કરેલ જેથી સોસાયટીના સ્થાનિક રહિશો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
બોટાદમાં આરસીસી રોડની કામગીરી છેલ્લાં એક માસથી બંધ કરવામાં આવી
શહેરનાં લક્ષ્મીનારાયણ સોસાયટીમા તંત્ર દ્વારા આરસીસી રોડની કામગીરી છેલ્લાં એક માસથી બંધ કરવામાં આવી છે. રોડ બનાવવા માટે રસ્તો ખોદી નાખ્યો છે તેમજ કોકરેટ પાથરી દિધી છે જેના કારણે સ્થાનિક રહિશો ને મુશ્કેલીઓ પડી રહી છે, સ્થાનિક રહિશોને કોઈ કામથી બહાર જવા માટે બાઈક કે કારનો ઉપયોગ કરી શકતા નથી તેમજ હેન્ડીકેપ અને વૃદ્ધો ને ચાલવામા ભારે મુશ્કેલીઓ પડે છે તેમજ રોજ નોકરી પર જતા રહિશોને પારાવારીક પરેશાની ભોગવવી પડે છે જેથી આ સમસ્યાને લઈ સોસાયટીના સ્થાનિક રહિશોએ તંત્ર ને લેખિત રજૂઆત કરેલ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિકોમા રોષ ફેલાયો છે અને તાત્કાલિક બંધ રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.









