અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થયું હોવાની વાત સામે આવી છે,અને આ ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની છે,જયાં અમરાઇવાડીમાં મનપાની ટીમ સાથે સ્થાનિકોએ ઘર્ષણ કરી ધક્કામુક્કી કરી છે,સ્થાનિકોએ અધિકારીઓને ધક્કા મારી દબાણ વાનમાં ચડાવ્યા હતા સાથે સાથે અમરાઈવાડીના મેટ્રો પિલર નજીક ચાલતી હતી દબાણ કામગીરી તો સ્થાનિકોએ દબાણ કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
અમરાઈવાડી વિસ્તારમાં બની ઘટના
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એએમસીની દબાણ ટીમ ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગઈ તે સમયે અચાનક સ્થાનિકોનું ટોળું અધિકારીઓ અને કર્મચારીઓેને ઘેરી વળ્યું હતુ,ગેરકાયદેસર જગ્યા પર દબાણ કરાતા તે દબાણ દૂર કરવામાં આવતા બબાલ થઈ હતી.મેટ્રો પિલ્લર નજીક ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટયો છે.ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો,આ સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
18 દિવસ પહેલા પણ દબાણને લઈ રાણીપમાં થઈ હતી બબાલ
રાણીપના કેશવનગર વિસ્તારમાં ખાડીયાની ચાલી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવામાં આવેલા પ્લોટમાં પાકું દબાણ અને નાના-મોટા ઝૂંપડા દૂર કરવા ગયેલી પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઝપાઝપી અને ઘર્ષણ કર્યું હતું. સ્થાનિકોએ PSIનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે એસ્ટેટ વિભાગના અધિકારીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પાંચથી વધુ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.









