ગુજરાત રાજ્યનો સૌપ્રથમ રબર ડેમ બોડેલી રાજ વાસણા ખાતે રૂ.128 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે.જેમાં થકી પંથકના લગભગ 60 ગામોના હજારો લોકોને પાણીની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.છોટા ઉદેપુર જીલ્લાના કેટલાક ભાગોમાં ઉનાળામાં પીવાના તથા સિંચાઈ માટે પાણીની તકલીફ પડે છે જેના કારણે ડેમના નિર્માણ કરવામાં આવ્યા છે.
પરંતુ આવા ડેમ સમય જતા પુરાઈ ગયા છે
ત્યારે આવો જ એક ડેમ બોડેલીના રાજવાસણા ખાતે હેરણ નદી ઉપર આવેલો છે.જે ડેમ મુંબઈ રાજયનાં જમાનામાં 8 મે 1952 માં શિલાન્યાસ કરીને 1954 માં કાર્યાન્વિત કરવામાં આવ્યો હતો. પરંતુ સમયાંતરે રાજ વાસણા ખાતે હેરણ નદી ઉપરનો આ આડબંધ કાંપ અને માટીથી પુરાઈ જતાં પાણી સંગ્રહ બંધ થઈ જતાં પંથકના લોકો પાણીની મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. અને અવાર નવાર હેરણ નદી પરનો આડબંધ તોડીને નવી બનાવવા માટેની માંગ કરી રહ્યા હતા. જેને લઇને સરકાર દ્વારા રૂ.128 કરોડના ખર્ચે ગુજારતા રાજ્યનો સૌપ્રથમ રબર ડેમ બનવાની મંજૂરી આપી.
આ રબર ડેમ ગુજરાતની સૌપ્રથમ ડેમ બનનાર છે
જરૂરી કાર્યવાહી પણ કરીને કામ ચાલુ કરવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અને આગામી થોડા દિવસોમાં આ રબર ડેમનું કામ પણ ચાલુ થઈ જશે.જેને લઇને ખેડૂતોમાં ખુશી જીવ મળી રહી છે અને ખેડૂતો સરકારનો પણ આભાર માની રહ્યા છે.બોડેલીના રાજ વાસણા ખાતે હેરણ નદી પરનો આડબંધ હાલ ખૂબ જ છીછરો થઈ ગયો છે. જેને લઇને પાણી સમગ્ર ન થઈ શકતા નવો રબર ડેમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રબર ડેમ ગુજરાતની સૌપ્રથમ ડેમ બનનાર છે.
રબરની ટ્યુબ મૂકવામાં આવશે
જેમાં સ્ટ્રકચર બનાવીને તેમાં રબરની ટ્યુબ મૂકવામાં આવશે.અને આ ટ્યુબ હવા ભરીને પાણીનો સંગ્રહ કરવામાં આવનાર છે. પાણી અને કાંપના નિકાલ માટે રબરની ટ્યુબમાંથી હવા કાઢી નાખીને કરવામાં આવશે. હાલ આ ટેકનોલોજી દેશના મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ઉપયોગમાં લઇને ડેમની નિર્માણ કરવામ આવ્યું છે.પરંતુ ગુજરાત રાજ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવશે.રાજ વાસણા ખાતે નિર્માણ પામનાર રબર ડેમ બનવાથી પંથકના 60 જેટલા ગામોના લોકોને પીવાના તથા સિંચાઈ માટેના પાણી મળી રહેશે. જેથી પાણીની મુશ્કેલી દૂર થશે તેવી આશા સેવાઈ રહી છે.હાલ તો રાજવાસણા ખાતે આડબંધ તો છે પરંતુ છીછરો થઈ જતાં પંથકના લોકો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ત્યારે આ રબર ડેમ બનવાથી પંથકના ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરીને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા રાખી રહ્યા છે.









