પાટણ જિલ્લામાં ફરી એકવાર લોકો ઈ કેવાયસી માટે લાઈનમાં ઉભા રહેવા માટે મજબુર બન્યા છે જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમા e kyc માટે ફરી એકવાર લોકો ઠંડીમા વહેલી સવારથી લાગી જાય છે લાઈનમાં પણ બપોર સુધી તેમનો વારો આવતો ના હોવાનો અરજદારોએ આક્ષેપ તંત્ર પર લગાવ્યો છે.
વહેલી સવારથી લગાવી લાઈન
પાટણ જિલ્લામાં આવેલ તમામ મામલતદાર કચેરીઓ મા ફરી એકવાર લોકોને e kyc ની મજબૂરીએ લાઈનો લગાવવા કર્યા મજબુર કર્યા છે ડિજિટલ ગુજરાતમા સરકાર નો એક નિર્ણય અને ફરી લોકોને લાઈનો મા ઉભા રહેવા માટે મજબુર કર્યા છે વાત પાટણની કરીએ તો પાટણની તમામ સરકારી કચેરીઓમા લોકો રેશનકાર્ડમા e kyc તેમજ નામ કમી તેમજ ઉમેરવા માટે સાથે બાળકોને શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક કરાવવા લાઈનોમા લાગ્યા છે.
લોકોમાં ભારે રોષ
છેલ્લા એક એક સપ્તાહથી લોકો કામ ધંધો છોડી શિયાળાની શરૂ થયેલ ઠંડીમા સવારે 5 કે 6 વાગ્યાથી મામલતદાર કચેરી ખાતે e kyc કરાવવા માટે ધરમના ઘક્કા ખાઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ કે મામલતદાર કચેરી ખાતે સર્વર ડાઉન હોવાથી લોકોને કલાકો ઉભા રહેવા છતાં નંબર ન આવતા ખાવા પડે છે ધક્કા તો હવે તમામ મામલતદાર કચેરીઓમા E kyc કરાવા માટે પહેલા લોકોને ટોકન આપવામાં આવે છે જે મેળવવા માટે પણ લોકોને લાઈનોમા ઉભા રહેવું પડે છે ત્યારબાદ પછી જયારે તારીખ આપી હોય એ તારીખ પ્રમાણે ફરી લાઈનોમા ઉભા રહી e kyc કરાવવા માટે પણ લાઈનોમા ઉભા રહેવાનો વારો આવ્યો છે જેથી લોકોમાં ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મામલતદાર કચેરીમાં ભીડ
સરકાર દ્વારા અપાતા રાશન મેળવવા રેશન કાર્ડમા e kyc કરાવવા લોકો લાઈનોમા લાગ્યા છે અને વારંવાર સર્વર ડાઉન હોવાથી લોકો સવાર થી છેક સાંજ સુધી લાઈનોમા ઉભા રહેવા મજબુર બન્યા છે આવી શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ e kyc એ લોકોને કર્યા મજબુર તો બીજી બાજુ પાટણ મામલતદાર કચેરીએ લાગેલ ભીડ માટે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરે છે લોકો માટે વ્યવસ્થા ન કરતા પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સગવડ પણ નથી મળી રહી
અહીંયા નીચે જમીન ઉપર ખુલ્લું આસમાન વચ્ચે લોકો ખુલ્લામાંજ ઉભા રહેવા બન્યા મજબુર આ e kyc ની મજબૂરીએ લોકોને કામ ધંધો છોડી ભાડા ખર્ચી ને ઘક્કા ખાવા કર્યા છે ફરી એકવાર મજબુર તો e kyc સાથે સાથે રેસન કાર્ડ મા નામ સુઘારા વઘારા તેમજ શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક કરવા માટે નાનાથી લઈ મોટા લાઈનમાં લાગ્યા છે લાઈનોમાં ત્યારે ડિજિટલ યુગમા પણ લોકો સરકારના એક નિર્ણય સામે બન્યા છે મજબુર ત્યારે ક્તારોમાં કલાકો ઉભા રહેવા છતાં કોઈ કામ ન થતા તેમજ સગવડ ના અભાવ સામે લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ.









