રાજકોટના જસદણ નગરપાલિકામાં આવતો વિસ્તાર એટલે ભગતપરા વિસ્તાર અને આ વિસ્તારમાં દૂષિત પાણી આવે છે તેવી ફરિયાદ સ્થાનિકો તરફથી ઉઠી છે,ચિતલીયા રોડ ભગવાન પરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા હતા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ નગરપાલિકા કોઈ જાણે આ બાબતને લઈ કોઈ રસ જ દાખવતી નથી તેવું લાગી રહ્યું છે.


[[$googlead]]

સ્થાનિકોએ હલ્લાબોલની ચિમકી ઉચ્ચારી

જસદણમાં ગટરના પાણી રહેણાંક ચીતલીયા રોડ પર આવેલ ભગવાન પરા વિસ્તારમાં ફરી વળતા લોકોમાં ભયંકર રોષ અને ગટરની સમસ્યાથી લોકો પરેશાન થયા છે. અનેક જગ્યાએ રેહણાંક વિસ્તારમાં ગટરના પાણી છેલ્લા ઘણા સમયથી આ ભૂગોળ ગટરના પાણીની પાઇપલાઇનનું માપ મળી જતા નગરપાલિકામાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી પણ તંત્ર આખ ખાડા કાન કરી રહ્યું છે,આવનારા દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહી આવે તો સ્થાનિકોએ હલ્બાબોલની ચિમકી ઉચ્ચારી છે.

[[$alsoread]]

પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી

જસદણ નગરપાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લાં ઘણા દિવસોથી દૂષિત પાણી આવી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા પાણીજન્ય બિમારીના કેસો વધતા હોવા મામલે સ્થાનિકો એક બે દિવસમાં કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકો પાલિકામાં હલ્લાબોલ કરી ચીફ ઓફિસર અને વહીવટદાર સામે ઉગ્ર વિરોધ કરશે,ભગવાન પરા વિસ્તારના નળમાં પીવાનું પાણી છેલ્લા ઘણા સમયથી દુષિત મળી રહ્યું છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અનેક રજૂઆત કરી દૂષિત પાણી અંગે જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી તેમ છતા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં.દૂષિત પાણીની સમસ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતું અને ઘેર ઘેર બિમારીના કેસો નોંધાવા લાગ્યા હતાં. દૂષિત પાણી પીવાના કારણે વિસ્તારના લોકો પાણી જન્ય બીમારી ટાઈફોડ, કમળો, તાવ સહિતની બીમારીમાં સપડયાં છે.


  • Follow us on: