સુરતમાં ટોલનાકામાં ટેક્સમાંથી મુક્તિ મેળવવા સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. શહેરના હજીરા સુરત ધૂલિયા હાઇવે પર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડલ ગામે આવેલ ટોલ નાકા પર આજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વ્યારા અને સોનગઢ તાલુકાના લોકોને નડતો આ તો ટેકસમાં મુક્તિ મળે તે માટે આંદોલન કરાયું હતું. જોકે છે કલાક બાદ પોલીસે બળપ્રયોગ કરી આંદોલન કારી નેતાઓને ડીટેઈન કર્યા હતા અને ખોરવાયેલ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.
સ્થાનિકોનો હાઈવે પર ચક્કાજામ
આજે સવારે 10 વાગ્યાથી સ્થાનિકો સોનગઢ તાલુકાના માંડલ ગામે આવેલા હજીરા સુરત ધૂલિયા હાઇવે પરના ટોલ પ્લાઝા પર સ્થાનિકો તેમની માગને લઈને એકત્રિત થયા હતાને ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માગ છે કે આ હાઈવે પર વાહનોની વધુ અવરજવર વધુ હોય છે. મોટાભાગના લોકોએ હાઈવે પરના ટોલનાકા પર ટેક્સ ચૂકવવો પડે છે. અને એટલે જ આ ટોલ પ્લાઝામાંના ટેક્સમાંથી આ વિસ્તારના સ્થાનિકોની મુક્તિ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ટોલનાકામાં ટેક્સમાંથી મુક્તિ મેળવવા માગ
અગાઉ પણ ઘણી વખત આ ટોલ પ્લાઝા પર આ બાબતે જ આંદોલન કરવામાં આવ્યું છે. પરંતુ આંદોલનમાંથી હાથ છોડાવવા તંત્ર દ્વારા થોડો સમય છૂટ આપ્યા બાદ ફરી પરિસ્થિતિ જેસીને તેસી થઈ જાય છે. ત્યારે સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકાના બે નગરો 20થી ગામોના લોકોને ટોલનાકું અસર કરી રહ્યું છે. સામાન્ય ખેડૂત હોય તેણે પોતાનો પાક વેચવા જવો હોય તો એક પિક અપ વાનને એક તરફના 175 રૂપિયા જેટલો ચાર્જ થાય છે અને પરત ફરતા આ ટોલ ને 300 રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે.
આંદોલનકારીઓ સામે પોલીસનો બળપ્રયોગ
આમ બજારમાં પોતાની ખેતપેદાશ કે શાકભાજી વેચીને આવતા ખેડૂત પાસે વધુ રોકાણ બચતું નથી. ત્યારે માજી સાંસદ અને માજી ધારાસભ્ય અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીએ પણ આ બાબતે રસ્તા પર સુઈ જઈ વિરોધ કર્યો હતો. છ કલાક બાદ ટ્રાફિક જામ થતા પોલીસે બળપ્રયોગ કરી માજી સાંસદ અમરસિંહ ચૌધરી, એડવોકેટ નીતિન પ્રધાન સહિત અનેક આગેવાનોને ડીટેઈન કરી લોકોને વિખેરી નાખ્યા હતા. અને ટ્રાફિક શરૂ કરાયો હતો. ત્યારે તાપી કલેકટર દ્વારા પણ NHAI na પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ માંડલ ટોલ પ્લાઝાના મેનેજરને નોટિસ આપી આ મામલે તેઓ ને જવાબદાર ઠેરવ્યા હતા.









