- માંડલ તાલુકાના ઉઘરોજપુરા ગામના પેટા પરા બજાણિયાપુરામાં પાણી ભરાયા
- સ્તાનિકો કાદવ કિચડ અને પાણીમાંથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા
- વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ઉઘરોજપુરા ગામના પેટા પરા બજાણિયાપુરામાં 65 થી 70 મકાન આવેલા છે અને 300થી વધુ લોકો રહે છે બજાણીયા પુરામાં ધોરણ 1 થી 5 પ્રાથમિક શાળા આવેલી છે જેમાં 30 થી વધુ બાળકો અભ્યાસ કરે છે શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે.જેને લઇ વિધાર્થીઓ અને શિક્ષકોને પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બજાણીયાપુરા જવા માટેનો એક રસ્તો
બજાણીયાપુરા જવા માટે માત્ર એક જ રસ્તો છે અને તે રસ્તો કાચો છે ઉઘરોજ હાઇવેથી બજાણીયા પુરા દોઢ કિલોમીટરનો કાચો માર્ગ છે જ્યાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હાલાકી નો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોને પાણી અને કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે. તેમજ બજાણીયાપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને આચાર્યને પણ પાણીમાં થઈને શાળાએ જવુ પડે છે.

તંત્રને રજૂઆત કરી છત્તા કોઈ નિરાકરણ નહી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર બજાણીયાપુરા આવા જવાના એકમાત્ર કાચા માર્ગ પર ચોમાસાની ઋતુમાં ઢીંચણ સમા પાણી ભરાય છે સ્થાનિકો, મહિલાઓ અને બાળકોને કાદવ કીચડ માંથી પસાર થવું પડે છે કોઈ નાનુ વાહન પણ પસાર થઈ શકતું નથી.કોઈ મેડિકલ ઈમરજન્સી હોય તો દર્દીને ખાટલામાં અથવા તો ટ્રેક્ટર મારફતે હાઇવે સુધી લઈ જવા પડે છે સ્થાનિકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતુ નથી.
નગરપાલિકા કામ નહી કરતી હોવાનો આક્ષેપ
પાણી ભરાવાને લઈ સ્થાનિકોઓ આક્ષેપ કર્યો છે કે,નગરપાલિકાને આ બાબતને લઈ અવાર-નવાર રજૂઆત કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી,સાથે સાથે તંત્રના કોઈ અધિકારીઓ અહીયા જોવા શુદ્ધા આવ્યા નથી ત્યારે પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે,ખેડૂતોના પાકને નુકસાન થયું છે ખેતરમાં પાણી ભરાતા ત્યારે તંત્ર પાસે એક આશા છે કે પાણીનો જલ્દીથી નિકાલ થાય.









