સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આજે પણ લાખો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્રો પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે, સાથોસાથ અનિયમિત ખુલતા આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓને વિલા મોઢે પાછા જવાનો વારો આવતો હોય છે. જોકે અંતરિયાળ વિસ્તારમાં સ્ટાફ કે અધિકારી ન આવવાના કારણે કેટલાય વીડિયો વાયરલ થયેલા છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી.


[[$googlead]]

વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી

ત્યારે આજે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં ખેડબ્રહ્માના દામાવાસ વિસ્તારનું આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં સ્થાનિક તેમજ જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારીને પગલે ખંભાતી તાળાબંધી જોવા મળી છે. વર્ષ 2017માં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે નિર્માણ થયેલા આયુષ્માન આરોગ્ય કેન્દ્રેને સ્થાનિકોની સારવાર અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે આજના આધુનિક ડિજીટલ યુગમાં પ્રગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી સામે આવી છે.

[[$alsoread]]

જવાબદાર લોકો સામે કેવા અને ક્યા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે એક સવાલ

અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર બંધ રહેતા સ્થાનિક લોકોને સારવાર અર્થે શહેરી વિસ્તારની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો સુધી જવું પડતું હોય છે. ત્યારે આગામી સમયમાં જિલ્લા તેમજ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા દામાવાસ ખાતેના બંધ આયુષ્માન આરોગ્ય કેન્દ્રના તબીબો સહિત જવાબદાર સામે કેવા અને ક્યા પ્રકારના પગલાં ભરવામાં આવે છે ખૂબ મહત્વનું બની રહે છે.

  • Follow us on: