• જન્માષ્ટમીના લોકમેળાનો રાજકોટમાં રંગે જંગે પ્રારંભ થશે
  • નાની મોટી રાઈડના ભાવ વધારાને લઈને થયો હતો વિવાદ
  • નવા ભાવ વધારા વગર જ સમાધાન થતા હરાજી કરાઈ

આગામી જન્માષ્ટમીના તહેવારો પર રાજકોટમાં લોક મેળાની રંગત બરાબરની જમવાની છે છેલ્લા 15 દિવસથી લોકમેળામાં ફજેત ફાળકાના ભાવ વધારાને લઈને કલેક્ટર તંત્ર અને રાઈડના સંચાલકો વચ્ચે ચાલતી રકજક અંતે પૂર્ણ થઈ છે અને વિવાદનો અંત આવ્યો છે. રાઇડના સંચાલકોએ આજે હરાજીના અંતિમ દિવસે ભાગ લઈને યાંત્રિક વિભાગના 80 જેટલા પ્લોટની હરાજીમાં સહભાગી થયા હતા.

રાઈડ સંચાલકોની માંગ હતી કે ટિકિટના ભાવમાં દસ રૂપિયાનો વધારો કરવામાં આવે પરંતુ ગત વર્ષે નાની ચકરડીના 20 માંથી 30 રૂપિયા અને મોટી ચકરડીના 30 રૂપિયા માંથી 40 રૂપિયા કલેક્ટર તંત્ર દ્વારા ભાવ વધારાના રૂપમાં કરવામાં આવ્યા હતા. જેથી આ વખતે નવા ભાવ વધારા વગર જ બંને પક્ષે સમાધાન થયું છે.

[[$googlead]]

આમ કલેક્ટર તંત્રને 44 કરતાં વધુ નાની મોટી ચકરડીના સંચાલકોના ભાગ લેવાથી લાખો રૂપિયાની આવક થશે. તો, સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની રંગત અને આકર્ષણનું કેન્દ્ર ગણાતી ફજેત હવે લોકોને માણવા મળશે આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ ની અંદર જન્માષ્ટમીના લોકમેળાનો રાજકોટમાં રંગે જંગે પ્રારંભ થશે અને તેમાં લાખો લોકો મેળાને માણવા ઉમટી પડશે છે.

[[$alsoread]]


  • Follow us on: