• આજે કોંગ્રેસના 4 ઉમેદવારો ફોર્મ ભરી નોંધાવશે ઉમેદવારી
  • ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે
  • કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કુળદેવીના આશીર્વાદ મેળવી ફોર્મ ભરવા રવાના થયા

લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારો આજથી ફોર્મ ભરવાની શરુઆત કરશે. જેમાં આજે કોંગ્રેસના 4 ઉમેદવારો ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે. તેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા તેમજ જામનગરથી જે.પી.મારવિયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી નોંધાવશે. તેમજ કોંગ્રેસના ઉમેદવારો તેમના વિસ્તારમાં શક્તિપ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે.

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના સિનિયર નેતાઓ ઉપસ્થિત રહેશે. ત્યારે બનાસકાંઠા લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે. તેમાં ભાભરમાં નિવાસસ્થાને કુળદેવી અને મહાદેવના દર્શન કર્યા છે. તેમજ આજે પાલનપુરના ચડોતર નજીક જંગી સભા સંબોધશે. તથા પાલનપુર કલેક્ટર કચેરી સુધી ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાશે. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહેશે.

પાલનપુરના ચડોતર ખાતે જાહેરસભા સંબોધન કરી ઉમેદવારી ફોર્મ ભરશે

કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કુળદેવીના આશીર્વાદ મેળવી ફોર્મ ભરવા રવાના થયા છે. જેમાં ભાભર ખાતે નિવાસસ્થાને કુળદેવી તેમજ આંનદ ધામ ગૌશાળા ખાતે મહાદેવના દર્શન કર્યા છે. ઘરેથી બહાર નીકળતા ગૌમાતાના દર્શન કરી ગેનીબેન પાલનપુર નીકળ્યા છે. જેમાં પાલનપુરના ચડોતર ખાતે જાહેરસભા સંબોધન કરી તે બાદ ઉમેદવારી ફોર્મ ભરશે.


  • Follow us on: