લોકસભા મત વિસ્તાર
14 – ભાવનગર
વિધાનસભા મત વિસ્તાર
99 – મહુવા
100 – તળાજા
101 – ગારીયાધાર
102 – પાલીતાણા
103– ભાવનગર ગ્રામ્ય
104– ભાવનગર પૂર્વ
105 – ભાવનગર પશ્ચિમ

રાજેન્દ્રસિંહ રાણા પાંચ વાર ભાવનગરથી સાંસદ બન્યા હતા
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર લોકસભા બેઠક પરથી પાંચ વાર ચૂંટણી જીત્યા હતા. વર્ષ 1996માં ભાજપે પ્રથમ વાર રાજેન્દ્રસિંહ રાણાને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. આ ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ રાણાએ પુરષોત્તમ સોલંકીને હરાવીને જીત મેળવી હતી. ત્યાર બાદ રાજેન્દ્રસિંહ રાણા વર્ષ 1998,1999,2004,2009 ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. આમ ભાવનગર લોકસભા બેઠક પર સૌથી વધુ વાર રાજેન્દ્રસિંહ રાણા વિજેતા બન્યા હતા.
ભાવનગર લોકસભા સીટ ભાજપે નીમુબેન બાભણીયાને ઉમેદવાર બનાવ્યા

ભાવનગર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ
ભાવનગર લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. ભાવનગર જિલ્લામાં 18 લાખ કરતાં વધુ મતદારો છે. ભાવનગર લોકસભા સીટમાં 3 લાખ કરતાં વધુ કોળી મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે બ્રાહ્મણ, પાટીદાર અને ક્ષત્રિય મતદારોની સંખ્યા પણ વધારે છે. આથી ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજના ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. અત્યાર સુધી ભાવનગર લોકસભા બેઠક પર કોળી, ક્ષત્રિય , પટેલ અને બ્રાહ્મણ ઉમેદવારોને ચૂંટણી લડાવવામાં આવી છે.
ભાજપે આઠ વાર જીત મેળવી
ભાવનગર લોકસભા બેઠક પર વર્ષ 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ વાર જીત થઇ હતી. ભાજપના ઉમેદવાર મહાવીરસિંહ ગોહીલે કોંગ્રેસના ઉમેદવાર ઘનજીભાઇ બલઘીયાને હરાવીને જીત મેળવી હતી. ત્યાર બાદ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સુધી ભાજપ સતત જીત મેળવતુ આવ્યુ છે. ભાજપે વર્ષ 2014ની ચૂંટણીમાં આ બેઠક પરથી મહિલા ઉમેદવાર ભારતીબેન શિયાળને ટિકિટ ફાળવી હતી. છેલ્લા બે ટર્મથી ભાવનગર લોકસભા બેઠક પરથી ભારતી બેન સાંસદ તરીકે ચૂંટાઇ આવે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે મહિલ ઉમેદવારને ટિકિટ ફાળવી છે જેમાં ભારતીબેન શીળાયને બદલે પૂર્વ મેયર નીમુબેન બાભણીયાને ટિકિટ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસે ભાવનગર બેઠક પર પાંચ વાર જીત મેળવી
કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમ જીત વર્ષ 1967ની લોકસભા ચૂંટણીમાં મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર પી.એમ મહેતા આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1967ની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવાર જે.એન મહેતાની જીત થઇ હતી. કોંગ્રેસના પૂર્વ સાંસદ ગીગાભાઇ ગોહીલ વર્ષ 1980 અને 1984માં ભાવનગર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. ભાવનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસ છેલ્લે વર્ષ 1989માં જીત મેળવી હતી. ત્યાર બાદ કોંગ્રેસ ભાવનગર લોકસભા બેઠક પર જીત મેળવી શક્યું નથી.
ભાવનગર બેઠક મતદાર કેટલા
જિલ્લાના કુલ મતદારો પુરુષ સ્ત્રી અને બૂથ : ભાવનગર લોકસભા 15 બેઠકમાં સાત ધારાસભા બેઠકનો સમાવેશ થાય છે, ત્યારે ભાવનગરની સાત વિધાનસભા બેઠક પ્રમાણે જોવા જઈએ તો પુરુષ મતદારો 9,45,096 અને સ્ત્રી 8,82,034 અન્ય 34 મળીને કુલ મતદારો 18,27,144 થવા જાય છે. ત્યારે કુલ પોલિંગ બુથ 1844 નોંધાયેલા છે. આમ ભાવનગર જિલ્લામાં 5/1/2024 પ્રમાણે કુલ મતદારો 18,27,144 નોંધાયા છે. જેમાં આગામી દિવસોમાં નવા મતદારોની નોંધણી પ્રમાણે વધારો પણ થઈ શકે છે.
નવા ઉમેરાયેલા મતદારો :
ભાવનગરમાં નવા ઉમેરાયેલા મતદારો જેમાં ઉંમર 18-19 વર્ષ અને 20- 29 વર્ષના મતદારો છે તેના લેટેસ્ટ આંકડા સામે આવ્યાં છે. જેમાં બેઠકદીઠ અનુક્રમે જોઇએ તો મહુવા બેઠક 6826 અને 59,021, તળાજા બેઠક પર 5861 અને 60,632, ગારીયાધાર બેઠક પર 5777 અને 48,747, પાલીતાણા બેઠક પર 7469 અને 63,272, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 7491 અને 68914, ભાવનગર પૂર્વ બેઠક પર 3732 અને 47,673, અને ભાવનગર પશ્ચિમ બેઠક 3832 અને 48,897, એમ કુલ 7 બેઠક પર કુલ - 41,045 અને કુલ- 3,97,156 મતદાર નોંધાયાં છે.