• ચૂંટણી પ્રચાર માટે ભાજપનો નવી કીમિયો

  • વ્યારામાં ભાજપ દ્વારા બતાવાયા જાદુના ખેલ
  • મતદારોને રીઝવવા જાદુના ખેલ દ્વારા પ્રચાર

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને હવે તમામ રાજકીય પક્ષો આગામી 7મી મેના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાનને લઈને ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમાં પણ બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પ્રમાણમાં જાહેર સભાઓનું આયોજન કરી રહ્યા છે ત્યારે, તાપીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે જ પ્રચાર કરવામાં આવ્યો.

ભાજપ દ્વારા બતાવાયા જાદુના ખેલ

[[$googlead]]

ત્રીજા તબક્કાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે, બંને પક્ષો પોતાના સ્ટાર પ્રચારકો દ્વારા જાહેર સભાઓ તો કરવામાં આવી રહી છે ત્યારે, નાના સેન્ટર્સમાં મતદારો સુધી પહોંચવા માટે અનોખી રીતે ચૂંટણી પ્રચારના માધ્યમો પણ શોધી કાઢવામાં આવ્યા છે. તાપીમાં ભાજપ દ્વારા આવો જ એક કીમિયો અજમાવવામાં આવ્યો છે. તાપીમાં ભાજપ દ્વારા જાદુનો ખેલ બતાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

[[$alsoread]]

પ્રભુ વસાવાના સમર્થનમાં નોખો ચૂંટણી પ્રચાર 

મળતી માહિતી પ્રમાણે, તાપી બેઠક માટે ચૂંટણીમાં જાદુના ખેલ શરૂ થયા છે. 23 બારડોલી લોકસભા બેઠક અંતર્ગત આવતા વ્યારામાં ભાજપ દ્વારા જાદુના ખેલ બતાવવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા મતદારોને રીઝવવા માટે જાદુગર બોલાવવામાં આવ્યો હતો અને જાહેરમાં જાદુના ખેલ બતાવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, બારડોલી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેમના સમર્થનમાં વ્યારા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલનમાં જાદુના ખેલ બતાવવામાં આવ્યા હતા.


  • Follow us on: