- 5 ક્ષેત્રોના અંદાજે 16 લાખથી વધુ મતદારો બે મતદાન કરશે
- વિધાનસભા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો પર મતદાન
- રાજ્ય ચૂંટણી કમિશ્નરે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યા છે
દેશભરમાં લોકસભાની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાતની સાથે જ 15મી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયાના માત્ર સવા વર્ષમાં જ રાજીનામાને પગલે ખાલી પડેલી છ બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના માટે રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મહત્વની તારીખો
ગુજરાતની 26 બેઠકોની લોકસભા ચૂંટણી બેઠકોની નોટિફિકેશન જાહેર 12 એપ્રિલ થશે. જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. તેમજ ફોર્મ ચકાસણી માટે 20 એપ્રિલ રહેશે. આ સાથે જ ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ રહેશે. જ્યારે ગુજરાતની 26 બેઠકો પર એકસાથે મતદાન 7મે ના રોજ યોજાશે. જેની મતગણતરી 4 જૂન યોજાશે
પેટા ચૂંટણી નોમિનેશન ફાઈલ માટેની તારીખો
આ માટેના નોમિનેશન ફાઈલ 19 એપ્રિલ સુધીમાં કરવાના રહેશે. જ્યારે 22 એપ્રિલ સુધીમાં નામ પાછા ખેંચી શકાશે. જ્યારે 7 મેના રોજ મતદાન યોજાશે જેના માટેની મતગણતરી 4 જૂનના યોજાશે. આ સાથે જ લોકસભાનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા માટે મતદાન 26 બેઠકો માટે થશે મતદાન જ્યારે 4 જૂનના રોજ મતગણના થશે. આ સાથે જ રાજ્યની વિધાનસભાની 5 બેઠકો માટે પણ 7 મેના રોજ પેટાચૂંટણી યોજાશે. આ માટે વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાઘોડિયા વિધાનસભા માટે પેટાચૂંટણી થશે. જેના સાથે જ માણાવદર, પોરબંદર વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાશે. વિસાવદર નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેમાં મતદાન પાછળથી યોજાશે
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર
રાજ્યમાં ખાલી પડેલી 5 બેઠક પર જે તે દિવસે મતદાન થશે.
લોકસભા મતદાન સાથે જ મતદાન કરવાનું રહેશે. જેના પરિણામ પણ 4 જૂનના લોકસભા પરિણામ સાથે જ આવશે.
વિધાનસભાની પેટાચૂંટણી
હાલમાં ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય, વિસાવદરથી આપના ધારાસભ્ય અને વિજાપુર, ખંભાત, માણાવદર અને પોરબંદર એમ ચાર બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ છ બેઠકો માટે પેટાચૂંટણી યોજવાની થાય છે.
ચૂંટણી કમિશનના ગુજરાત સ્થિત અધિકારીઓએ કહ્યુ કે, આ છ મતક્ષેત્રો ખાલી પડયા અંગેના વિધાનસભા સચિવાલય તરફથી નોટિફિકેશનો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કમિશનને રિપોર્ટ પણ સબમિટ થઈ ચૂક્યો છે. આથી, શનિવારે લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તેની સાથે અહીં ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર થઈ શકે છે.
નોંધનીય છે કે, પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટાયેલા વિપક્ષના ધારાસભ્યોએ અધવચ્ચે જ રાજીનામુ આપીને ભાજપમાં સામેલ થાય છે. જેનાથી આ છ ક્ષેત્રોના અંદાજે 16 લાખથી વધુ મતદારોને લોકસભા બેઠકની સાથે વિધાનસભા બેઠક માટે પણ મત આપવો પડશે. બબ્બે મત આપવા પડે તેવી પણ સ્થિતિ બની શકે છે.









