- કમલમ ખાતે ગુજરાત ભાજપની પ્રેસ કોન્ફરન્સ
- ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કામગીરી પૂર્ણ : પાટીલ
- જે લોકોએ મદદ કરી તમામનો આભાર માનું છું : પાટીલ
લોકસભા ચૂંટણી પરિણામોને લઈને કોબા ગાંધીનગર ખાતે ભાજપના મુખ્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં, ગુજરાતની 26 લોકસભા બેઠકોને લઈને ભાજપ પદેશ પ્રમુખ સીઆર પાટિલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું.
પત્રકારો સાથે વાત કરતાં સીઆર પાટિલે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં કમનસીબે અમારી મહેનત ઓછી પડી. જેને લીધે તમામ 26 બેઠકો પર જીત ન મળી. અમારી ક્યાંક ભૂલ થઇ હશે. વધુમાં પાટિલે કહ્યું કે એક બેઠક બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર થઈ છે. આ બેઠક પર હારના કારણો ચકાસવામાં આવશે. પાટિલે સ્વીકાર્યું કે મતદારોમાં કોઈ નારાજગી રહી હશે અને જણાવ્યું કે એક બેઠક ગુમાવી તેનું દુઃખ છે. જે ભૂલો હશે તે શોધવામાં આવશે અને સુધારવામાં આવશે.
તો જે બેઠકો પર જીત મેળવી છે તે બેઠકોને લઈને પાટિલે જણાવ્યું કે જે બેઠકો પર જીત મળી છે તેમાંથી 4 બેઠકો એવી છે જેમાં 5 લાખથી વધુની લીડથી જીત મેળવી છે. 2 બેઠકો એવી છે જ્યાં 7 7 લાખથી વધુની લીડથી જીત મેળવી છે. સાબરકાંઠાને બાદ કરતાં લગભગ તમામ બેઠકો પર ભાજપ 1થી 2 લાખ મતોની લીડથી જીત મેળવી છે.









