- શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે
- નવસારી ખાતે રેલીમાં ગીતા રબારીએ ડાયરાની જમાવટ કરી
- નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં વિજય મુહૂર્ત નીકળી જતા આવતીકાલે સી.આર.પાટીલ ફોર્મ ભરશે. જેમાં રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે. આજના રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરી હતી. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નિકળી હતી.
ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે. પાટીલની રેલીમાં જંગી મેદની ઉમટી હતી. એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી યોજાઇ છે. લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચશે. સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો છે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી રોડ શોમાં હાજર રહ્યાં છે.
નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે
નવસારી બેઠકમાં સુરતની ચાર વિધાન સભા બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળી હતી. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચી હતી. તેમજ રેલી પૂર્ણ થતા સીઆર પાટીલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાના હતા. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને સમર્થન આપવા માટે નવસારી વિજય સંકલ્પ રેલીમાં હાજર રહ્યા હતા.
શહેરોની સડકોને પણ શણગારવામાં આવી છે
સુરતની ચાર વિધાનસભા બેઠક સહિત નવસારીની ત્રણ મળી કુલ સાત વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરો સહિત સી.આર પાટિલના સમર્થકો મોટી સંખ્યામાં નવસારી આવ્યા હતા. જેમાં આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રાંત કચેરી ખાતે રેલી પૂર્ણ થઇ હતી. કાળઝાળ ગરમી હોવાથી શહેરના કેટલાક વિસ્તારોના રસ્તાને અડીને મંડપ ઊભા કરવામાં આવ્યા હતા. જ્યાં ઠંડા પીણા તેમાં છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ શહેરોની સડકોને પણ શણગારવામાં આવી હતી. વિજયસંકલ્પ રેલીમાં ઢોલ નગારા શંખનાદ સહિતના વાજિંત્રો હતા.









