- પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત
- વર્ષ 2022-23 માં રૂ.15,77,110ની આવક થઈ હોવાનું દર્શાવ્યું
- BSC,B.ed સુધીનો અભ્યાસ કર્યો હોવાનું દર્શાવ્યું
પરશોતમ રૂપાલાએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત છે. તેમજ વર્ષ 2022-23 માં રૂ.15,77,110ની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. તથા BSC, B.ed સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું છે. તેમજ પરશોત્તમ રૂપાલા હથિયારનો પરવાનો ધરાવતા હોવાનું જણાવ્યું છે. તથા કરોડોની સંપત્તિ ધરાવનાર પરશોત્તમ રૂપાલા કે તેમની પત્ની પાસે એક પણ કાર ન હોવાનું દર્શાવ્યું છે.
બહુમાળી ચોક ખાતે રૂપાલાએ જંગી સભાને સંબોધન કરી
ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ગઇકાલે મધરાત્રે રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોતમ રૂપાલાએ સૂચક ટ્વીટ કર્યું હતુ. જેમાં રાત્રે 1.48 એ ટ્વીટ કર્યું હતુ તેમાં રાજકોટના દિલમાં ફક્ત ભાજપ. જેમાં પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં સવારે જાગનાથ મંદિરે દર્શન કરી રૂપાલાએ જગનાથ મહાદેવની આરતી ઉતારી હતી. જાગનાથ મંદિરથી બહુમાળી ચોક સુધી રૂપાલાએ પદયાત્રા કરી હતી. તેમજ બહુમાળી ચોક ખાતે રૂપાલાએ જંગી સભાને સંબોધન કરી હતી.
સભામાં પ્રદેશના નેતાઓ હાજર રહ્યાં હતા
સભામાં પ્રદેશના નેતાઓ હાજર રહ્યાં હતા. તેમજ ભાજપના હજારો કાર્યકર્તાઓ સભામાં હાજર હતા. સભા બાદ પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં પોલીસ કર્મીઓનો સજ્જડ સુરક્ષા બંદોબસ્ત સાથે ફોર્મ ભર્યુ હતુ. જેમાં ફોર્મ ભરતી વખતે આ સોગંદનામુ રજૂ કર્યું હતુ. તેથી આ માહિતી સામે આવી છે.