• ઉમેદવાર ડો.હેમાંગ જોશી સહિત નેતાઓ રમ્યા ગરબા
  • MLA કેયુર રોકડિયાની કચેરીએ પ્રચારમાં ઘૂમ્યા ગરબે
  • રંજન ભટ્ટ સહિતના નેતાઓ જોડાયા ગરબામાં

વડોદરામાં ચૂંટણી પ્રચારમાં ભાજપ નેતાઓ ગરબે ઘૂમ્યા છે. જેમાં ઉમેદવાર ડો.હેમાંગ જોશી સહિતના નેતાઓ ગરબા રમ્યા છે. તેમાં ધારાસભ્ય કેયુર રોકડિયાની કચેરીએ પ્રચારમાં ગરબે ઘૂમ્યા છે. રંજન ભટ્ટ સહિતના નેતાઓ ગરબામાં જોડાયા હતા. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગરબે ઘૂમી માતાજીની ભક્તિ કરી હતી.

પ્રચાર કરતા કરતા નેતાઓ ગરબે ઘૂમ્યા છે

[[$googlead]]

પ્રચાર કરતા કરતા નેતાઓ ગરબે ઘૂમ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી સહિતના નેતાઓ ગરબે ઘૂમ્યા છે. ધારાસભ્ય કેયુર રોકડીયાની ઓફિસમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગરબે ઘૂમી નેતાઓએ ભક્તિ કરી છે. જેમાં પૂર્વ ઉમેદવાર રંજનબેન ભટ્ટ સહિતના નેતાઓ પણ હાજર રહ્યાં હતા. વડોદરામાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોશીનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું છે. આ અંગે તેમણે ટ્વીટર પર જાણકારી આપી છે. સાથે જ આ એકાઉન્ટ પરથી આવતા મેસેજને ધ્યાને નહિ આપવા પણ જણાવ્યું છે. ચૂંટણી આવતા ઉમેદવારના બોગસ એકાઉન્ટ બનાવી દુરઉપયોગ થઇ શકે છે.

[[$alsoread]]

લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે

વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. બે મુખ્ય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત બાદ પ્રચાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓનલાઇન અને ઓફલાઇન બે પ્રકારે પ્રચાર ધમધમી રહ્યો છે. ડો. હેમાંગ જોશી સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ છે. અને તેઓ રોજબરોજના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. 

  • Follow us on: