- અમે 50 હજાર મતથી જીતીશું: AAP નેતા ચૈતર વસાવા
- ‘મનસુખભાઈએ પહેલાં 5 લાખની લીડનો દાવો કર્યો હતો’
- હવે મનસુખભાઈ 3 લાખ પર આવી ગયાઃ ચૈતર વસાવા
આવતીકાલે લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી થવા જઈ રહી છે. તો પરિણામોના એક દિવસ પહેલા ભરૂચ બેઠક પરથી INDI ગઠબંધનની પ્રમુખ પાર્ટી આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ જીતનો દાવો વ્યક્ત કર્યો છે.
INDI ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પર જીતવાનો દાવો કર્યો છે. ચૈતર વસાવાએ દાવો કરતાં કહ્યું છે કે આ વખતની ચૂંટણીમાં અમે 50 હજાર મતથી જીત મેળવીશું. તો વધુમાં તેમણે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના નામનો સીધો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે મનસુખભાઈએ પહેલા 5 લાખથી વધુ લીડનો દાવો કર્યો હતો. હવે તેઓ ત્રણ લાખ પર આવી ગયા છે. પરંતુ ચૂંટણીના પરિણામો બતાવશે કે ભરૂચ બેઠક પર કોની જીત થાય છે.









