• ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડ્યા
  • ભરતસિંહ ખેરાલુ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે
  • 2007, 2012, 2017માં સળંગ ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીત્યા

પાટણ લોકસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી પાટણ લોકસભા બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીમાં બે વખત કોંગ્રેસ તો ત્રણ વાર ભાજપ જીત્યું છે. ઠાકોર, અનુસૂચિત જાતિ, ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર મતદારો નિર્ણાયક રહે છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ભાજપે ફરીથી ઉમેદવાર જાહેર કર્યા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભરતસિંહ ડાભીએ 1,93,871 મતોથી કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાની ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1,38,719 મતથી હરાવ્યા હતા. પાટણના મતદાતાઓની વાત કરીએ તો, 8,46,195 પુરુષ મતદાતા છે. જ્યારે 7,82,446 મહિલા મતદાતા છે.

ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી વિશે જાણો

[[$googlead]]

પાટણના વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ફરીથી મેદાને ઉતારવાનો નિર્ણય ભાજપે કર્યો હતો. પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી શિક્ષિત છે અને તેઓ ખેરાલુ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે.ભરતસિંહ ડાભીને મેદાને ફરીથી ઉતારવા માટેનું ગણિત પણ સામાજિક માનવામાં આવી રહ્યુ હતુ. પાટણ બેઠકમાં ભૌગોલિક રીતે જોવામાં આવે તો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો વિસ્તાર અને વિધાનસત્રા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આમ આ બેઠકના ઉમેદવારની પસંદગી ચોક્કસ સમીકરણને ધ્યાને રાખીને દર વખતે કરવામાં આવે છે.

[[$alsoread]]

ભરતસિંહ ડાભીની રાજકીય સફર

ભાજપે પ્રથમ યાદીમાં બંને ઉમેદવારો શિક્ષિત પસંદ કર્યા છે. પાટણ બેઠકના રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભી B.A.,LLB સુધીનો અભ્યાસ કરેલ છે. આમ વકીલ ભરતસિંહને ભાજપે મોકો આપ્યો છે. 68 વર્ષની વય ધરાવતા ભરતસિંહ ડાભી બીજી વાર લોકસભાની ચૂંટણી લડ્યા છે. જ્યારે ત્રણ વાર તેઓ મહેસાણાના ખેરાલુથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1955માં જન્મેલા ભરતસિંહ ડાભી 2007માં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભરતસિંહ 2007, 2012 અને 2017માં સળંગ ત્રણ વાર વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ભાજપે ત્યાર બાદ પ્રથમવાર તેઓને 2019માં કોંગ્રેસના દિગ્ગજ ઠાકોર નેતા જગદીશ ઠાકોરની સામે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા. જેમાં ભરતસિંહે 1.93 લાખ મતથી જગદીશ ઠાકોરને હાર આપી હતી.


  • Follow us on: