- ભરૂચમાં મનસુખ વસાવાની જીત
- ચૈતર વસાવાની જીતનું સપનું તૂટયું
- ભરૂચમાં ભાજપનો દબદબો યથાવત
ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક માનવામાં આવે છે. એક સમયે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ આ ભરૂચ બેઠકના ચાણક્ય તરીકે ઓળખાતા હતા. પણ ત્યારબાદ આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. એવું માનવામાં આવતું હતું કે આ બેઠક પર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અથવા પુત્રી મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવશે પણ ઈન્ડિયા ગઢબંધનને લઈને આ બેઠક આપને ફાળે ગઈ હતી.
છેલ્લા 10 લોકસભા ચૂંટણીથી ભરૂચ ભાજપનો ગઢ
આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પર ચૈતર વસાવાને મેદાને ઉતારવામાં આવ્યા હતા. આપના ઉમેદવાર સામે ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને AAPના ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઘણા શાબ્દિક યુદ્ધો પણ થયા હતા. જે બાદ હવે આ બેઠક પર ભાજપના પક્ષમાં પરિણામ આવ્યું હતું. છેલ્લી 10 લોકસભા ચૂંટણીમાં ફક્ત ભાજપ જ આ બેઠક જીતતું આવ્યું છે અને આ વખતે પણ ભાજપના જ પક્ષમાં પરિણામ આવ્યું છે. કોંગ્રેસે છેલ્લે વર્ષ 1984માં આ લોકસભા બેઠક જીતી હતી.
1989થી ભરૂચ બેઠક ભાજપ પાસે છે
ભરૂચ લોકસભા બેઠક પર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મુસ્લિમ વોટ છે પરંતુ તેમ છતાં 1989થી આ બેઠક ભાજપ પાસે છે. આ બેઠક પર ભાજપે ફરી સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. મનસુખ વસાવા આ બેઠક પર સતત છ વખત જીત્યા છે. અને આ વખતે તેમણે 7 મી વખત ભરૂચ બેઠક પરથી જીત મેળવી છે.
મનસુખ વસાવાએ 7 મી વાર બાજી મારી
ભરૂચ સીટ જીતવા માટે આમ આદમી પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને અરવિંદ કેજરીવાલની પત્નીએ ભરૂચમાં રોડ શો કર્યો હતો. 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં 69.16 ટકા મતદાન થયું હતું. આમ આદમી પાર્ટીના અતૂટ પ્રયાસો પછી પણ ભાજપના મનસુખ વસાવા 7 મી વાર બાજી મારી ગયા.