- સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપના ફાળે
- સુરેન્દ્રનગર બેઠકથી કોંગ્રેસના ઋત્વિક મકવાણાની કારમી હાર
- સુરેન્દ્રનગર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ
સુરેન્દ્રનગરમાં કોળી સમાજમાં 2 ભાગ જોવા મળે છે જેમાં એક ચૂવાળિયા કોળી સમાજ છે અને બીજા તળબદા કોળી સમાજ છે. આ બંને કોળી સમાજની વસ્તીની જો વાત કરવામાં આવે તો અહિયાં 35 ટકા ચૂવાળિયા કોળી સમાજની વસ્તી છે અને તળબદા કોળી સમાજની વસ્તી 65 ટકા છે. ત્યારે ચૂવાળિયા કોળી સમાજની વસ્તી તળબદા કોળી સમાજ કરતાં વધારે હોવા છતાં પણ આ બેથક પર ભાજપે ચૂવાળિયા કોળી સમાજમાંથી આવતા ચંદુ શિહોરાને ટિકિટ આપી હતી જેને લઈને તળબદા કોળી સમાજમાં રોષ જોવા મળી આવ્યો હતો.
સુરેન્દ્રનગર બેઠક પર ચંદુ શિહોરાની જીત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક કે જ્યાં ભાજપે ચંદુ શિહોરાને મેદાને ઉતાર્યા હતા અને તેમની સામે હતા કોંગ્રેસના ઋત્વિક મકવાણા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. 2024 ની લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ચંદુ શિહોરાની જીત થઈ છે. આ બેઠક પર કોળી સમાજના લોકોનું પ્રભુત્વ રહેલું છે. પરંતુ કોળી સમાજના પ્રભુત્વ ધરાવતી બેઠક પર પણ કોળી સમાજમાં 2 અલગ અલગ ભાગ જોવા મળે છે. જેમાં એક છે ચૂવાળિયા કોળી સમાજ અને બીજા છે તળબદા કોળી સમાજ.
સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરાનો થયો હતો વિરોધ
તળબદા કોળી સમાજના લોકો દ્વારા સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ કરતાં પણ જોવા મળી રહ્યા હતા. જે બાદ તળબદા કોળી સમાજ દ્વારા ઉમેદવારને બદલવાની પણ માંગ કરવામાં આવી હતી પણ ભાજપ દ્વારા આ માંગ સ્વીકારવામાં આવી ન હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા આ બેઠક પરથી તળબદા કોળી સમાજમાંથી આવતા ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારો
હવે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપના ચંદુ શિહોરા છે અને તેની સામે છે કોંગ્રેસના ઋત્વિક મકવાણા. ભાજપના ચંદુ શિહોરા ચૂવાળિયા કોળી સમાજમાંથી આવે છે અને તેઓ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે. ચંદુ શિહોરા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. અને સાથે જ તેઓ ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે જાણીતા છે. 2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા હતા જે બાદ 2022માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ તે ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના જ્ઞાતિવાદી સમીકરણો
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે ત્યાં છેલ્લી પાંચ ટર્મમાં બે વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સોમા પટેલ અને સાવસીભાઈ મકવાણા આ બંને કોંગ્રેસમાંથી સાંસદ બન્યાં હતા જે બાદ દેવજીભાઈ ફતેપરા અને ડૉ.મહેન્દ્ર મુંજપરાની ભાજપમાંથી સાંસદ બન્યા હતા. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા કોળી ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી. તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ હોય છે. જેમાં તળપદા કોળી સમાજના અંદાજે 3 લાખ 83 હજર મત છે. કોળી સમાજ સિવાય અહિયાં અનુસૂચિત જાતિના મતદારો,પાટીદાર અને આહીર સમાજનું પણ વર્ચસ્વ રહેલું છે.