• છોટાઉદેપુરમાં ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો ભવ્ય વિજય
  • ભાજપના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ
  • 2019માં ભાજપના ગીતાબેન રાઠવા 7,64,445 મતોથી જીત્યા હતા

છોટાઉદેપુર લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થયું ગયું છે. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીત થઇ છે. તેના સામે કોંગ્રેસે સુખરામ રાઠાવાની હાર થઇ છે. ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાની જીતને લઇ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોણ છે જશુભાઈ રાઠવા?

ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએછોટાઉદેપુર તાલુકાના વસેડી ગ્રામ પંચાયત ખાતે એક સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ આદિજાતી વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની આ કામગીરીને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી.

2019માં શું હતી સ્થિતિ?

લોકસભા ચૂંટણી 2019માં છોટાઉદેપુર સીટ માટે ભાજપે સીટીંગ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી હતી. ભાજપની આ રણનીતિ સફળ નિવડી હતી. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં હતા. વર્ષ 2019માં યોજાયેલી છોટાઉદેપુર લોકસભા સીટ માટેની ચૂંટણીમા ગીતાબેન રાઠવાને 764445 મતો અને રણજીતસિંહ રાઠવાને 386502 મતો મળ્યા હતા.

  • Follow us on: