- 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન
- મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા
- આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી
એક બજુ કાળજાળ ગરમી તો બીજી બાજુ લોકસભા ચૂંટણીનો મહાપર્વ...તેવામાં મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે. હવામાન વિભાગે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચૂંટણી માહોલ વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી બાજુ મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન પણ થવાનું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.










