શિનોરના રામજી મંદિરને સજાવી 12 વાગે મહાઆરતી યોજાઈ હતી. સાંજે 5 વાગે શ્રીરામની શોભાયાત્રા નીકળતા સર્વ રામ ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડયાં હતા. સમગ્ર વાતાવરણ શ્રીરામમય બની ગયું હતું.


શિનોર ખાતે બપોરે 12 કલાકે રામજી મંદિરે મહાઆરતીમાં ગામના આગેવાનો સહિત ગામના મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા. ભગવાન રામને 51 કિલોનો મોહનથાળ ધરાવાયો હતો. કુમારીકાને ભોજન કરાવ્યું હતું. સાંજે 5 કલાકે સમસ્ત હિન્દુ યુવા ગ્રૂપ દ્વારા રામજી મંદિરથી શણગારેલા ટ્રેક્ટરમા રામજી ભગવાનની પ્રતિમા સાથે શોભાયાત્રા ડીજેના તાલે આતશબાજી સાથે નીકળતા ગ્રામજનો ભગવાન શ્રીરામના દર્શનનો લ્હાવો લીધો હતો.


  • Follow us on: