- ભગવાન શામળીયાને વિશેષ સાજ શણગાર કરાયા
- ભક્તોએ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા
- મંદિરના ચેરમેન ટ્રસ્ટી, સાંસદ મયંક નાયક રહ્યા હાજર
યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાની રથયાત્રા નિકળી છે. ભગવાન શામળીયાને વિશેષ સાજ શણગાર કરાયા છે. જેમાં ભક્તોએ રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા છે. તેમાં મંદિરના ચેરમેન ટ્રસ્ટી, સાંસદ મયંક નાયક હાજર રહ્યા છે. જેમાં નવા બનાવાયેલ રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ છે.
રથયાત્રા મંદિર પરિસરમાં સાત આંટા ફેરવાઈ
અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાની રથયાત્રા નિકળી છે. જેમાં રથયાત્રા મંદિર પરિસરમાં સાત આંટા ફેરવાઈ છે. ભગવાન શામળીયાને પણ વિશેષ સાજ શણગાર કરાયા છે. તેમાં અનેક ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા છે. મંદિરના ચેરમેન ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઇ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યાં છે. તેમજ રથયાત્રા બાદ મગ અને જાંબુનો પ્રસાદ વહેચાયો છે. આજે અષાઢી બીજ નિમિત્તે સમગ્ર દેશમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ ઉત્સવની અરવલ્લી જિલ્લામાં પણ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરાઈ હતી.
રથયાત્રાની ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરી
યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન શામળિયાની રથયાત્રા કઢાઈ હતી. ચાંદીના રથમાં ભગવાન લાલજી મહારાજને બિરાજમાન કરી મંદિર પરિસરમાં સાત આંટા ફેરવાયા હતા. પોલીસ દ્વારા પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે જિલ્લામાં લોકોએ ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરી હતી.









