વડોદરામાંથી વધુ એક કથિત લવજેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. સગીરાને લગ્નની લાલચ આપી વિધર્મીઓએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ પોલીસે લવજેહાદમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સાહેલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સાહેલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોવાનું ખુલ્યું છે.
સાહેલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ
વડોદરામાં લવજેહાદમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સગીરા સાથે દોઢ વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં આજવા રોડના સાહેલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ કરાઈ છે. સાહેલ સગીરાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો. સાહેલ પઠાણએ સગીરાની મારઝૂડ શરૂ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાથે જ અન્ય બે મદદગાર વિધર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે.
વિધર્મીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી
કપુરાઈ પોલીસ મથક હદ માં કથિત લવ જેહાદનો મામલો આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ડીસીપી અભિષેક ગુપ્તાએ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે કે, સાહેલ પઠાણ નામના વિધર્મીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. બે દિવસ અગાઉ કિશોરીએ ફરિયાદ નોંધાવી હતી. સગીરા રીક્ષા ચાલક સોહેલ પઠાણના સંપર્કમાં આવી હતી. વિધર્મી રિક્ષા ચાલકે બે વર્ષ સુધી કિશોરીનું શોષણ કર્યું હતું.
પોલીસની લવજેહાદના કિસ્સમાં તપાસ શરૂ
સાથે જ તે કિશોરીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો અને કોઈની સાથે વાતચીત કરવા દેતો નહોતો. તેથી સગારાએ તેના ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે લવજેહાદના કિસ્સની તપાસ શરૂ કરી હતી. જેમાં સાહેલ પઠાણ સહિત 3 વિધર્મીઓની ધરપકડ હતી. અન્ય બે આરોપીઓના નામ મોહંમદ જુનેદ અને ફઈમ અફીમ વાલા હોવાનું સામે આવ્યું છે. હાલ યુવતી 19 વર્ષની છે અને પુખ્ત વયની છે પરંતુ જે તે સમયે યુવતી 17 વર્ષની સગીર હોવાથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.