• પ્રેમિકાને અન્ય યુવક સાથે પ્રેમ થતા અપહરણ
  • ઉધના વિસ્તારમાંથી મિત્રની નજર સામે અપહરણ કર્યું
  • પોલીસે આરોપી પ્રેમીના કબ્જામાંથી યુવતીને છોડાવી

સુરતમાં પ્રેમીએ પ્રેમિકાનું અપહરણ કર્યું છે. ત્યારે પ્રેમિકાને અન્ય યુવક સાથે પ્રેમ થતા અપહરણનું કાવતરું પાર પાડ્યું હતુ. તેમાં ઉધનામાં ચપ્પુ બતાવી પ્રેમિકાનું અપહરણ કર્યું હતુ. ત્યારે ઉધના પોલીસે આરોપી સોહેબને ઝડપી પાડ્યો છે. તથા પોલીસે આરોપી પ્રેમીના કબ્જામાંથી યુવતીને છોડાવી છે.

ઉધના વિસ્તારમાંથી મિત્રની નજર સામે અપહરણ કર્યું

[[$googlead]]

શહેરના ઉધના વિસ્તારમાંથી મિત્રની નજર સામે અપહરણ કર્યું હતુ. જેમાં ચપ્પુ દેખાડી યુવતીનું અપરહરણ કરાયું હતુ. યુવતીને ધમકી આપી યુવક બાઈક પર જબરદસ્તી બેસાડી ગયો હતો. તેથી આરોપી પ્રેમી સોહેબ સામે ગુનો નોંધાયો છે. ઉધના પોલીસે આરોપીને ઝડપી પાડી પ્રેમીના કબ્જામાંથી યુવતીને છોડાવી છે. પ્રેમિકાએ પ્રેમીને છોડી જતા અપહરણ કર્યું હતુ. પ્રેમિકાનો મુકેશ સાથે આંખ મળી જતા, નવા પ્રેમી સામે જ અપહરણ કર્યું હતુ.

[[$alsoread]]

યુવકે તેની પૂર્વ પ્રેમિકાના પ્રેમીની હત્યા કરી

અગાઉ સુરતમાં એક યુવકે તેની પૂર્વ પ્રેમિકાના પ્રેમીની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. વરાછા હેઠળના પાટીચાલ વિસ્તારમાં તેના બીજા પ્રેમી સાથે રહેતી પૂજા નામની યુવતીના પ્રેમી ચિરાગની હત્યા કરવામાં આવી હતી. સુરત શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અનીશ અયુબ સોડાવાલાએ તેની છરીના ઘા મારી હત્યા કરી હતી અને પૂજાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. વરાછા પોલીસે આ કેસમાં અપહરણ કરાયેલી પૂજાને છોડાવી હતી અને પૂજાના પ્રેમી ચિરાગની હત્યા અને પૂજાનું પણ અપહરણ કરવા બદલ અનીશ અયુબ સોડાવાલાની ધરપકડ કરી હતી.

પરિવારના સભ્યો તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા

સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પાટીચાલ વિસ્તારમાં પૂજા નામની યુવતી તેના પૂર્વ બોયફ્રેન્ડ અનીશ અયુબ સોડાવાલાને છોડીને તેના નવા બોયફ્રેન્ડ ચિરાગ ઉર્ફે અન્નુ સાથે રહેતી હતી. જ્યારે યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ અનિશ અયુબ સોડાવાલાને આની જાણ થઈ હતી. સવારે પૂજાના ઘરે પહોંચી હતી અને ત્યાંથી પૂજાને ધમકી આપીને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પૂજાનો પ્રેમી ચિરાગ પૂજાને બચાવવા વચ્ચે આવ્યો હતો. ચિરાગને રસ્તામાંથી હટાવવા માટે અનીશે ચિરાગ પર છરી વડે બે હુમલા કર્યા હતા. જેમાં ચિરાગ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ત્યાર બાદ અનીશે તેની પૂર્વ પ્રેમિકા પૂજાનું છરીના ઈશારે અપહરણ કર્યું હતું. અનીશના હુમલાથી ઘાયલ ચિરાગને તેના પરિવારના સભ્યો તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં થોડા કલાકો બાદ ચિરાગનું મોત નીપજ્યું હતું.

 પૂજાને તેની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી

સુરતના વરાછા પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી મળતાં જ વરાછા પોલીસ સ્ટેશનની પોલીસ પ્રથમ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેઓએ ચિરાગના પરિવારજનો પાસેથી આ ઘટનાની માહિતી મેળવી હતી. આ પછી, પોલીસે વિલંબ કર્યા વિના અનિશ અયુબ સોડાવાલાને શોધવાનું શરૂ કર્યું હતું. જેણે તેની પૂર્વ પ્રેમિકા પૂજાની હત્યા કરી હતી અને તેનું અપહરણ કર્યું હતું. માનવીય બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પૂર્વ પ્રેમિકાની હત્યા અને અપહરણ કરનાર અનીશને સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી શોધી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી અને પૂજાને તેની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી.

  • Follow us on: