- ચંદ્રગ્રહણની શરૂઆત 10-23 કલાકથી શરૂ થશે
- છેલ્લે વર્ષ 1924માં ધુળેટીના દિવસે ચંદ્રગ્રહણનો યોગ હતો
- 25મી માર્ચના સોમવારે વર્ષ-2024નું પ્રથમ ચંદ્રગ્રહણ થનાર છે
વર્ષ-1924ના વર્ષમાં ધુળેટીએ ચંદ્રગ્રહણ થયું હતું. હવે, 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણનો યોગ સર્જાયો છે. 25, માર્ચના ધૂળેટીના રોજ ચંદ્રગ્રહણ સવારે 10.23 કલાકથી શરૂ થઈ બપોરના 3 કલાક સુધી રહેશે. અર્થાત ધુળેટી ઉપર ચંદ્રગ્રહણની છાયા રહેશે. ધુળેટી અને ચંદ્રગ્રહણ બન્ને એક સાથે હોવાથી કેટલીક રાશિઓ ઉપર તેનો શુભપ્રભાવ પડશે. મેષ રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને મકર રાશિ ઉપર ધૂળેટી અને ચંદ્રગ્રહણના એક સાથેના યોગના કારણે શુભ પ્રભાવ પડશે. તા. 25મી માર્ચના સોમવારે વર્ષ-2024નું પ્રથમ ચંદ્રગ્રહણ થનાર છે.
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં ગ્રહોમાં રાશિ પરિવર્તન, યુતિ તેમજ યોગનું વિશેષ મહત્વ હોય છે. ઘન, વૈભવ અને ભૌતિક સુખ સુવિધાઓનો કારક ગ્રહ શુક્ર તા.31મીના રવિવારે મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં રાહુ અને સૂર્યની યુતિ બનશે. મીન રાશિમાં આ ત્રણ ગ્રહોની યુતિ લગભગ 18 વર્ષો પછી બની છે.










