- ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા જતાં અકસ્માત
- મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટના
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી છે. જેમાં અકસ્માતમાં 30થી વધુ યાત્રિકો ઘાયલ થયા છે. જે પછી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી 20 દિવસની યાત્રા માટે નીકળ્યા હતા.
આ અંગેની માહિતી અનુસાર, સૌરાષ્ટ્રથી એક બસ અંબાજી થઈ વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસ માટે નીકળી હતી. જેમાં 50થી વધુ મુસાફરો ખાનગી બસમાં સવાર હતા. આ દરમિયાન અંબાજી દર્શન કર્યા બાદ મોઢેરા અકસ્માત જતાં હતા. જેમાં મુસાફરો જામનગર, મોરબી અને રાજકોટથી નીકળ્યા હતા. જેને અચાનક અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસ પલ્ટી હતી.














