• રાધાકૃષ્ણ મંદિરના રીનોવેશન માટે સરકારે 3.78 કરોડ ફાળવ્યા
  • આ મંદિર રાજવી સમયનું અને ધરમપુર નગરની ઓળખ છે
  • મંદિરના રીનોવેશનની જાહેરાત થતાં જ ભક્તોમાં હર્ષની લાગણી

ધરમપુરમાં આશરે 250 વર્ષ જૂના પૌરાણિક મંદિરના પુન: નિર્માણ માટે રાજ્ય સરકારે 3.78 કરોડ ફાળવ્યા છે. આ મંદિર રાજવી સમયનું છે અને ધરમપુર નગરની ઓળખ છે. મંદિરના રીનોવેશનની જાહેરાત થતાં જ ભક્તોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આ મંદિર ધરમપુર નગરના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આજ રોજ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરની કામગીરીને વધુ ઝડપી કરી વહેલી તકે આ સ્થળને લોકો માટે ખુલ્લું મુકાય તેવી જાહેરાત કરી હતી. તેમજ સંઘવીએ હજુ વધુ કેવી રીતે વિકાસ વધુ સારો કરી શકાય તે માટે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. સરકાર તરફથી જે કંઈપણ મદદ કરવાની થાય તે કરવા માટે ખાતરી આપી હતી. આ સાથે હર્ષ સંઘવીએ પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિરની પણ મુલાકાત લીધી હતી.


[[$googlead]]

[[$alsoread]]

પુરાતત્વ હસ્તકના આ મંદિર માટે 10 વર્ષથી લડત ચાલતી હતી

વલસાડ જિલ્લાના ધર્મનગરી જાણીતા રજવાડાના સમયના ધરમપુરમાં પૌરાણિક રાધાકૃષ્ણ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત બની ગયું હતું. જેને રિનોવેશન કરવા ગ્રામજનો દ્વારા અનેક રજૂઆત ઉચ્ચ સ્તરે કરાઈ હતી. આ અંગે વખતોવખત અહેવાલ રજૂ કરતા આખરે આ મંદિરનું રિનોવેશન કામ શરૂ કરાયું હતું. ધરમપુરના ગાંધીબાગ નજીકના આશરે 250 વર્ષ પુરાણા નગરની ધરોહર રાજારજવાડા સમયના પ્રાચીન અને ભવ્ય રાધા-કૃષ્ણ મંદિરના રિનોવેશન માટે છેલ્લા ઘણા સમયથી ભક્તોમાં અવારનવાર માગ ઉઠતી રહી છે. જોકે દિવ્યતા અને ભવ્યતા ધરાવતા પુરાતત્વ વિભાગ હસ્તકના રાજવીકાળના આ મંદિરના રિનોવેશન માટે મંદિર પરિસરમાં સાફ સફાઈ અને મંદિરની ફરતે પાલક બનાવવાની કામગીરી હાથ ધરાતા ભાવિક ભક્તોમાં હર્ષની લાગણી પ્રસરી છે. ચોમાસામાં વરસાદી પાણીનું ગળતર ભગવાનની પ્રતિમા પર થતા ભક્તોની લાગણી દુભાઈ રહી હતી. મંદિર રિનોવેશન માટે વર્ષોથી ચલાવેલા અભિયાન બાદ ઘણા સમય અગાઉ રિનોવેશન માટે રૂપિયા 3.78 કરોડ મંજુર થયા હતા.

  • Follow us on: