હાલમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે મહાકુંભ મેળામાં જવું ગુજરાતવાસીઓ માટે સરળ બનશે. રાજ્યના એસટી વિભાગ દ્વારા વોલ્વો બસો પ્રવાસીઓ માટે દોડાવવામાં આવશે. એસટી વિભાગે વોલ્વો બસ પ્રયાગરાજ સુધી દોડાવવાનું આયોજન કર્યુ છે. આવતીકાલે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેને લઈને સત્તાવાર જાહેરાત કરશે.


[[$googlead]]

10 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં લગાવી ડૂબકી

તમને જણાવી દઈએ કે પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ લાખો લોકો સ્નાન કરવા અને આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે આવે છે. સ્નાન ઉત્સવો દરમિયાન આ સંખ્યા કરોડો સુધી પહોંચે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે યોગી આદિત્યનાથ સરકારે પહેલાથી જ અંદાજ લગાવ્યો હતો કે આ વર્ષે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો હાજરી આપશે. પ્રયાગરાજ આવેલા ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

[[$alsoread]]

અનેક સાધુઓ અને નેતાઓએ લગાવી શ્રદ્ધાની ડૂબકી

ઉલ્લેખનીય છે કે 144 વર્ષ બાદ આવેલા આ મહાકુંભમાં અત્યાર સુધી અનેક લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય ઘણા નેતાઓએ પવિત્ર સ્નાન કર્યુ છે અને ગંગ મૈયાના આર્શીવાદ પણ લીધા છે.

મહાકુંભમાં જવા માટે અમિત શાહએ લોકોને કરી અપીલ

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું કે અત્યારે અલ્હાબાદમાં મહા કુંભ ચાલી રહ્યો છે, 140 વર્ષમાં એક વખત મહા કુંભ આવે છે. અહીં બેઠેલાના જીવનમાં બીજી વખત આ મોકો નહીં મળે. મારી સૌને અપીલ અને વિનંતી છે કે સૌ ત્યાં જાઓ અને મેળાનો લાભ લો, આનંદ લો ત્યાં ખૂબ સારી વ્યવસ્થા કરી છે, તેથી કોઈ તકલીફ પડશે નહીં.


  • Follow us on: