- ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડની ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ
- મહાઠગને આવતીકાલે ફરીથી રિમાન્ડ માટે કરાશે રજૂ
- મોરબીમાં કારખાનામાં પૈસાની લેતીદેતી મુદ્દે ફરિયાદ
જમ્મુ કાશ્મીરથી મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. જેમાં તેના ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડની ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ થઈ છે. જેના બાદ મહાઠગને આવતીકાલે ફરીથી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. મહાઠગ કિરણ પટેલ સામે નોંધાયેલી છેતરપિંડી કેસમાં તેને અમદાવાદ લવાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી જમ્મુ-કાશ્મીરથી કિરણની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ લાવ્યા બાદ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો છે.
આ ઉપરાંત કિરણ પટેલ વિરુદ્ધ મોરબીમાં કારખાનામાં પૈસાની લેતી દેતી મુદ્દે ફરિયાદ નોંધાઈ રહી છે. જેના માટે વેપારીએ 5 મેના દિવસે ફરિયાદ નોંધાવી છે. આ માટે મહાઠગે કિરણે GPCBના લાયસન્સ માટે ક્લાસ 1 અધિકારીની ઓળખ આપી હતી જેના પર પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કિરણ પટેલ સામે મોરબીના વેપારી ભરત પટેલ સાથે છેતરપીંડી કરવાનો આરોપ છે. ઠગ કિરણ પટેલે PMOના ઓફિસર તરીકે ઓળખ આપી વેપારીને GPCB માં લાઇસન્સ કઢાવી આપવાનું કહી છેતરપીંડી આચરી હતી. ઠગ કિરણ પટેલએ વેપારી ભરત પટેલ પાસે 42.86લાખ રૂપિયા લઈ કામ કર્યું ન હતું. કામ થયું ન હોવાથી પૈસા વેપારી પરત માંગતા ટુકડે ટુકડે 11.75 લાખ આપ્યા હતા. 31.11 લાખ રૂપિયા પરત ન આપતા છેતરપીંડી ફરિયાદ નોંધાઇ હતી.
શું છે કિરણ પટેલનું કારસ્તાન ?
મહાઠગની ક્રાઈમ કુંડળીની વાત કરીએ તો સંવેદનશીલ વિસ્તાર ગણાતા જમ્મુ કાશ્મીરમાં કિરણ પટેલે PMOના એડિશનલ ડાયરેક્ટરની ઓળખ આપી હતી. જમ્મુ કાશ્મીરમાં છ મહિનામાં ચાર વખત પ્રવાસ કર્યો. અનેક ઉચ્ચ અધિકારીઓ અને IPS અધિકારીઓ સાથે મુલાકાત કરી. ગુજરાતી વેપારીઓ માટે પદાધિકારીઓ સાથે બેઠક પણ નક્કી કરી. સ્થાનિક ભાજપ અને RSSના પદાધિકારીઓ સાથે તાલમેલ વધાર્યો. ભાંડો ફૂટતા EDએ મહાઠગ કિરણના 12 ઠેકાણા પર સર્ચ ઓપરેશન કર્યું. જેમાં સર્ચ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજ મળ્યા હતા. જમીનના દસ્તાવેજની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિની સામગ્રી પણ મળી હતી.









