• જમ્મુમાં ઝેડ પ્લસ સિક્યોરિટી સાથે ફરતા મહાઠગ કિરણનું વધુ એક કારનામું

  • ગંભીર ગુનાના આરોપીને બચાવવા કિરણે ઉચ્ચ અધિકારીને ધમકાવ્યા હતા
  • 'મારા છેડા ઉચ્ચ લેવલના છે તમને ભારે પડશે' તેવી ધમકીઓ આપી હતી

કિરણે અગાઉ વડોદરા, બાયડ, અમદાવાદ સહિત અનેક જગ્યાએ છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું હતું. આ જ રીતે ડૉ.કિરણ પટેલ હાલમાં રાજકીય નેતા અને મધ્ય ગુજરાતમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં કિરણ અવારનવાર અધિકારીને મળવા જતો હતો. આ દરમ્યાન કિરણે એક દિવસ ઉચ્ચ અધિકારીને એક કેસમાં આરોપીઓને બચાવવા માટે રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ અધિકારીએ આવા કામ અહીંયા લઇને ન આવવા માટે કિરણને ટકોર કરી હતી. થોડા દિવસ બાદ ફરીથી કિરણ ઉચ્ચ અધિકારીને મળવા તેમની ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં તેણે ગંભીર ગુનાના આરોપીને બચાવવા માટે 50 લાખની ઓફર ઉચ્ચ અધિકારીને કરી હતી. આ સાંભળીને ઉચ્ચ અધિકારીને કિરણ ઠગ હોવાની શંકા થતા તેણે ચેમ્બરમાંથી બહાર નીકળવા માટે કહ્યું હતું. આથી કિરણે, મારા છેડા ઉચ્ચ લેવલના છે, ભારે પડશે તેવી ધમકીઓ આપી હતી. આથી ઉચ્ચ પોલીસ અધિકારીએ ચેમ્બર બંધ કરીને મહાઠગ કિરણને ફટકારીને ત્યાંથી કાઢી મૂક્યો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યું છે.

મહાઠગ કિરણે ઘોડાસરમાં મકાન રાખીને ભાડું પણ ન આપ્યું

[[$googlead]]

મહાઠગ કિરણ પટેલનું એક વધુ કારનામુ બહાર આવ્યું છે. ઘોડાસરમાં પ્રેસ્ટિજ બંગ્લોઝમાં 17 નંબરનું મકાન તેણે રાજસ્થાનના વનારામ ચૌધરી પાસેથી 5 વર્ષ પહેલાં રૂ.12 હજારમાં ભાડે રાખ્યું હતું. બાદમાં કિરણ પટેલ તેને ભાડું આપતો નહીં અને મકાન પણ ખાલી કરતો ન હતો. વનારામ ચૌધરી ભાડાની ઉઘરાણી કરે ત્યારે અલગ અલગ બહાના બતાવતો હતો. જ્યારે મકાન માલિકે કાયદેસરની કાર્યવાહી કરવાનું કહ્યું તો કિરણ પટેલ હું PMOમાં ઓફિસર છું, તેવો રોફ મારીને મારૂં તું કંઇ નહીં ઉખાડી શકે તેવી ધમકીઓ આપી હતી. હવે નકલી ઓફિસર હોવાનું સામે આવતા મહાઠગ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવવા માટે વનારામ ચૌધરીએ વટવા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]

યુવતીને ફસાવીને કિરણ કરોડોની મિલકત પચાવવા માંગતો હતો

શહેરમાં એક રાજકીય અને બિઝનેસ વુમનની દીકરી સાથે થોડા સમય પહેલાં કિરણ પટેલ સંપર્કમાં આવ્યો હતો. આ યુવતીને પોતાના પાર્ટનરશીપવાળા કેફેમાં બોલાવીને વાતચીત કરતો હતો. એટલું જ નહીં અન્ય લોકોની જેમ યુવતીને વિશ્વાસ અપાવવા માટે પીએમઓમાં અધિકારી છું તેવી ઓળખ આપીને મોબાઇલમાં કદાવર નેતાઓ સાથે ફોટા પણ બતાવ્યા હતા. જો કે, યુવતીને તેની માતાએ કિરણ પટેલથી દૂર રહેવાની સૂચના આપતા તેણે સંબંધ કાપી નાખ્યા હતા. આથી કરોડો રૂપિયાની મિલ્કત પચાવવાનો પ્લાન અંતે મહાઠગ કિરણનો ફેઇલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


  • Follow us on: