મહેમદાવાદના રુદણમાં એક મકાનમાં હાલમાં રમાઈ રહેલ ચેમ્પિયન ટ્રોફી મેચ પર સાઉથ આફરીકા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની બાતમી પોલીસને મળી હતી.


બાતમી આધારે પોલીસે સ્થળ પર જઈ ગોધરાના બે ઈસમો ધવલ જીતેન્દ્રભાઈ લાલવાણી અને હેમંત ઉર્ફે ટીનો જયેન્દ્રભાઈ સોનીને ઝડપી પાડયા હતા. સ્થળ પરથી લેપટોપ, ટેબલેટ, પાંચ મોબાઈલ, રોકડ મળી કુલ રુ.સવા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલ ઈસમોની પુછતાછમાં ગોધરાના એજાજમીયાં મહંમદપરવેશ શેખે મકાન ભાડે આપેલ હોવાનું અને ગોધરાના હિતેશ ઉર્ફે કાલુ ઉર્ફે સોનુ કલવાણીના કહેવાથી ક્રિકેટ સટ્ટો લખતા હોવાનું કબુલતા પોલીસે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. નોંધનીય છે કે, હાલમાં ચાલી રહેલ ચેમ્પીયન ટ્રોફીને લઈ ક્રિકેટ જુગાર રસીયાઓની ફૂલી ફાલી રહ્યા છે. ત્યારે પોલીસ પણ લાલ આંખ કરી રહી કાર્યવાહી કરી રહી છે.


  • Follow us on: