મહેસાણા જિલ્લામાં વધુ એક નર્સિંગ કોલેજનો પ્રારંભ કરાયો હતો. ગોજારીયા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે નર્સિંગ કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડમાં બનાવવા અનુરોધ કરતા કેન્દ્રીયમંત્રીએ આરોગ્યની વિવિધ સેવાઓની પહેલાંની અને હાલની પરિસ્થિતિને વર્ણવી હતી.
મહેસાણા તાલુકાના ગોજારીયા ગામે ટ્રસ્ટ સંચાલિત કે.કે.પટેલ અને અમે.કે. પટેલ નર્સિંગ કોલેજનું નિર્માણ કરાયું હતું. આરોગ્ય લક્ષી સેવાનો વ્યાપ વધી રહ્યો છે. તેવામાં આરોગ્ય લક્ષી શિક્ષણમાં પણ વધારો થાય તે માટે ગોજારીયા ખાતે નવ નિર્મિત નર્સિંગ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે હાજરી આપી હતી.










