મહીસાગરમાં વાલીઓએ ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ થતાં બાળકે આંખ ગુમાવી છે. વીરપુરના કોયડેમના ધોરણ 2માં ભણતા બાળકને ઈજાઓ પહોંચી છે. રમકડું રમતાં લિથિયમ બેટરી ફાટતા આંખ ખોવાનો વારો આવ્યો છે.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બન્યો છે. ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ધોરણ 2ના વિદ્યાર્થીઓને રોબર્ટનું રમકડું આપવામાં આવ્યું હતું. આ રમકડું ઘરે રમતા રમતા તેમાં રહેલી લિથિયમ બેટરી ફાટતા એક વિદ્યાર્થીને આંખ તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. હાલ આ બાળકને પ્રથમ સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.













