• ખાનપુર, ભગાલ્યાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ
  • વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
  • લુણાવાડામાં 7 ઇંચ, વીરપુરમાં 4 ઈંચ વરસાદ

મહિસાગરમાં ભારે વરસાદથી જળબંબાકાર થયુ છે. જેમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. તેમાં તાતરોલી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ખાનપુર, ભગાલ્યાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.

વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

[[$googlead]]

જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મહીસાગરમા વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કડાણા ડેમમાંથી સતત પાણી છોડાતા મહીસાગર નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. મહીસાગર નદી પર આવેલ તાતરોલી બ્રિજ પાણીમા ગરકાવ થયો છે. સતત કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રીજ પાણીમા ગરકાવ થયો છે. તેમજ મલેકપુરથી ખાનપુર અને ભગાલ્યાને જોડતો માર્ગ પાણીમાં ડુબી ગયો છે.

[[$alsoread]]

 ધીમી ધારે વરસાદ, મકાઈ-ડાંગરના પાકને જીવનદાન મળ્યું

મહીસાગર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં રાત્રી દરમિયાન એક ધારો વરસાદ પડી રહ્યો છે. રાત્રી દરમિયાન લુણાવાડામાં 7 ઇંચ, વીરપુરમાં 4 ઈંચ, સંતરામપુરમાં 2 ઈંચ,અને બાલાસિનોરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લાના નીચાણ વાળા પુલ, નાળા પાસે બંદોબસ્ત ગોઠવી ચેતવણી આપવામાં આવી છે. લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વીરપુર, સહિત બાલાસિનોરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ આજુબાજુના નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી છે. બીજી તરફ મહી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવું પડી શકે છે. 

  • Follow us on: