- એન્જિનીયરીંગમાં પ્રવેશ માટે ઓલ ઇન્ડિયા રેન્કિંગ પણ જાહેર
- સુરતનો માહિત ગઢીવાલાએ રાજ્યમાં મેળવ્યો પ્રથમ રેન્ક
- આનંદ સસી કુમાર અને ક્રિશ રાખોલિયાએ મેલ્યો 58મો અને 105મો રેન્ક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, JEE મેઇન માર્ચ- 2022ના પરિણામો જાહેર કર્યા છે. એટલું જ નહીં, ઓલ ઇન્ડિયા રેન્ક પણ જાહેર કર્યા છે. જેમાં સુરતનો માહિત ગઢીવાલા દેશમાં 29માં અને રાજ્યમાં પહેલા નંબર પર આવ્યો છે. તે સાથે આનંદ સસી કુમારે ઓલ ઇન્ડિયા રેન્ક 58 અને ક્રિશ રાખોલિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 105 મેળવ્યું છે. મહિત ગઢીવાલા, આનંદ સસી કુમાર અને ક્રિશ રાખોલિયાએ ભૌતિકશાસ્ત્રમાં 100માંથી 100 અને આનંદ સસી કુમારે ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવ્યા હતા.

સુરત શહેરમાં મહિત અને આનંદ શસી કુમારનો રેન્ક 1 અને 2 રહ્યો છે. અગાઉ, JEE મેઇન જૂન સત્રમાં, મહિતે 99.9984528 પર્સન્ટાઇલ સ્કોર કરીને ગુજરાત રાજ્યમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. એલન સુરતના 28 વિદ્યાર્થીઓએ JEE મેઈન 2022ના પરિણામમાં 99 પર્સન્ટાઈલ અને તેથી વધુ ગુણ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માહિતે અગાઉ ધો.12માં કેવીપીવાયમાં ઓલ ઈન્ડિયા રેન્ક 24 અને ધો.11માં કેવીપીવાયમાં ઓલ ઈન્ડિયા રેન્ક 26 મેળવ્યો છે. એચબીસીએસઇ દ્વારા આયોજિત રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર ઓલિમ્પિયાડ માટે લાયકાત. 22મી એશિયન ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા ઉપરાંત, માહિતે 54માં ઈન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે. આ ઉપરાંત મહિત એનટીએસઇ સ્કોલર પણ છે. માહીતે જણાવ્યું કે તે શરૂઆતથી જ એન્જિનિયર બનવા માંગતો હતો. તેથી તેણે JEEની તૈયારી કરવાનું નક્કી કર્યું. હું દરરોજ 10 કલાક વર્ગખંડના અભ્યાસ ઉપરાંત 4 કલાકનો સ્વ અભ્યાસ કરું છું.