મહુધા નગરપાલિકા દ્વારા અગાઉ સ્વચ્છતા ને લઈ નગરજનોમાં જાગૃતતા લાવવા માટે અનેકશ્ સ્વચ્છતા હી સેવાશ્ નાં કાર્યક્રમો કરી ચૂક્યા છે. તેમ છતાં નગરના જુદા જુદા રાહદારી રસ્તાઓ પર કચરો જોવા મળે છે. હવે વાત કરીએ તો મહુધા નગરપાલિકાથી 100મીટરના અંતરમાં આવેલ પશુ દવાખાનાની બાજુમાં જાહેર રસ્તા પર કચરો જોવા મળ્યો છે અને એ કચરામાં ગાયો ખાવાનું શોધી રહી છે.
મહુધા નગરના જાહેર રસ્તાઓ ઉપર ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે.વેકેશનમાં બાળકો પોતાના સંબંધીઓના ઘરે મહુધા રહેવા આવે છે જેઓ ગંદકી અને કચરાના ઢગલાઓ અને ખુલ્લી ગટરો જોઈને મહુધા શહેરની ખુબજ ખરાબ છાપ લઈને જાયછે. હાલમાં પણ મહુધાના બજારમાં અને પશુ દવાખાના પાસે ખુબજ મોટા પ્રમાણમાં કચરાનો ઢગલો જોવા માળે છે. અને તેજ ઢગલામાંથી ગાયો કચરાની અંદર પડેલી પ્રતિબંધીત પ્લાસ્ટિક ની થેલીઓ ખાતાં જોવા મળી છે. પશુના દવાખાનાની બાજુમાં અને દવાખાનાની સામેની સાઈડમાં કોઈ પણ સમયે કચરો જોવા મળશેજ. પણ નગરપાલિકા સ્વચ્છતા અને ગંદકી ને લઈ કેમ બેદરકારી દાખવે છે તે એક પ્રશ્ન છે .સાથેજ મહુધા બસ સ્ટેન્ડ પાસેથી મુખ્ય ગેટ થી બહાર નિકળતાં સામેની સાઈડ સિહુજીયા તળાવ પાસે, જ્યારે નગરના મુખ્ય બજારમાં, ચકલી વિસ્તાર, વાધલવાડા નાં નાકાં પર તેમજ ફ્ણિાવ ભાગોળ થી ડડુસર રોડ તરફ્ જતા પણ કચરો જોવા નડે છે. શહેરમાં કેટલીક જગ્યાએ તો કાદવકીચડ થી નાલીઓ પણ ભરેલી રહે છે. હવે મહુધા નગરમાં ગંદકી અને કચરાને લઈ પાલીકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું.










