- ચશ્માની દુકાનના વાઈફાઈનો ઉપયોગ કર્યો હતો, રોજ નવા નવા ખુલાસા
- મુંબઈ એટીએસની ટીમે લાડવાડામાં ઓપ્ટિક લેન્સના સંચાલકની પૂછપરછ કરી
- આ પ્રકરણમાં રોજ એક નવા ખુલાસા થઈ રહ્યા છે
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગ સહિત 11 સ્થળે સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવા અંગે તા.26મી ડિસેમ્બરે સવારે 10-50 વાગે આર.બી.આઈ.ને મળેલો ઈ મેઈલ અર્શીલ ટોપાલે વડોદરા શહેરના મેમણ જમાતખાના બિલ્ડિંગમાં આવેલી ચશ્માની દુકાનના વાઈફાઈના ઉપયોગથી મોકલાયો હોવાની વિગતો મુંબઈ પોલીસની તપાસમાં સપાટી ઉપર આવી છે. આ મામલે તપાસ ચશ્માની દુકાનના સંચાલક યાસિનની પૂછપરછ કરી હતી. આ પ્રકરણમાં રોજ એક નવા ખુલાસા થઈ રહ્યા છે.
મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વડી કચેરીમાં તા.26મી ડિસેમ્બર 2023ના રોજ સવારે 10-50 વાગે ખિલાફત ડોટ ઈન્ડિયા જી.મેઈલ એડ્રેસ ઉપરથી એક ઈ મેઈલ મળ્યો હતો. જેમાં આર.બી.આઈ.ની બિલ્ડિંગ તેમજ ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકો સહિત કુલ 11 સ્થળે સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. જે સીલસીલામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ખાતે કસ્બા ફળિયામાં રહેતા આદિલ રરેકોર્ડીંગક મેમણ, મહંમદ અર્શીલ મહંમદ ઇકબાલ ટોપાલ (રહે, તાંદલજા, રિઝવાન ફલેટ) અને વસીમ રાજા અબ્દુલ રઝાક મેમણ (રહે, ધનાની પાર્ક, મેમણ કોલોની પાસે, આજવા રોડ)ની અટકાયત કરીને મુંબઈ લઈ ગયા હતા.










