• સ્લેબ દુર્ઘટનામાં એક મહિલાનું થયું મોત
  • ઘટનામાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત
  • પોલીસ અને ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી

રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દૂર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયરવિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્લેબ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાને પગલે RMCએ તપાસના આદેશ આપ્યા છે.

રાજકોટના સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે. ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે, ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા જેના પગલે અચાનક ફૂડ બજાર પાસે વોકળા ઉપરનો સ્લેબ ધરાશીયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે અને  10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું આવી રહ્યા છે. દુર્ઘનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.  ઇમરજન્સી વિભાગ ખાતે ઇજાગ્રસ્તોના પરિજનો ઉમટ્યા છે. ઘટનાને લઇ સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે. 

[[$googlead]]

દુર્ઘટનામાં એક મહિલાનું મોત અન્ય 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત

[[$alsoread]]

સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામાં 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલું છે. પાપ્ત વિગતો મુજબ પંડાલ પાસેનો આ સ્લેબ જૂનો અને જર્જરિત હોવાથી આ દૂર્ઘટના બની હોવાની માહિતી છે. ગણેશ પંડાલની નજીક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અફરા તફરી મચી ગઈ છે. ફાયર બ્રિગેડની 2 ગાડી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત લોકોના પરિવારને ઘટનાની જાણ થતા હોસ્પિટલમાં પહોંચ્યા છે.  આ દુર્ઘટનાને લઇ RMC દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: